તુષાર મેપાણી આરટીઆઇ મારફતે માહિતી મેળવીને અગાઉ પણ સરકારને ઘેરી ચુક્યા છે
ટોયલેટ બ્લોક બનાવવા માટે કોન્ટ્રાક્ટરે દોઢ-બે લાખનો અંદાજ આપ્યો તેની સામે સુરત મહાનગરપાલિકાએ એકના 11 લાખ કરતા વધારે રકમ ચૂકવી
પ્રજાના પરસેવાના પૈસાનો ગેરવહીવટ તથા તૈયાર કરવામાં આવેલી સુવિધાઓની જાળવણીમાં ઉપેક્ષા સામે આવી
WatchGujarat. સુરત પાલિકા પાસેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર મેપાણીએ માહિતી માંગતા સુરતમાં કરોડોનું ટોઇલેટ કૌભાંડ હોવાનું બહાર આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
https://youtu.be/Mt5M7bUBljM
તુષાર મેપાણીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે યુરીનલ બ્લોક એકથી દોઢ લાખમાં બની શકે તેના 10-11 લાખ જેવી રકમ ચૂકવવામાં આવી છે. કતારગામ ઝોનના પાંચ સ્થળોએ તપાસ કરતા કતારગામ ગજેરા સ્કૂલ સામે, કોસાડ, અમરોલી ફાયર સ્ટેશનની બાજુમાં, અશ્વનિકુમાર ગરનાળા પાસે તેમજ કાંસાનગર કતારગામ સહિતના સ્થળો પર બનેલા યુરીનલ અને કોસાડમાં બનેલું ટોઇલેટ બ્લોક આ બધું મળીને 1 કરોડ 37 લાખનું ખર્ચ થયું હોવાની માહિતી સુરત મહાનગર પાલિકાએ આપી હતી. પરંતુ દરેક જગ્યાએ સ્થળ પર અન્ય કોન્ટ્રાક્ટરને લઈને પૂછવામાં આવ્યું કે આટલી જગ્યામાં અને આબેહૂબ આના જેવું યુરીનલ બોક્સ મારે મારી પોતાની ખાનગી જગ્યામાં બનાવવું છે તો તેનો ખર્ચ કેટલો લાગે.
જ્યારે કોન્ટ્રાક્ટરે દોઢ-બે લાખનો અંદાજ આપ્યો હતો તેની સામે સુરત મહાનગરપાલિકાએ એકના 11 લાખ કરતા વધારે રકમ ચૂકવ્યા છે. પાંચ સ્થળોએ મળીને પણ કદાચ 35થી 40 લાખ રૂપિયા જેટલી રકમમાં બની શકતા ટોઇલેટ અને યુરીનલ બોક્સના 1 કરોડ 37 લાખ ચૂકવ્યા છે.
તેની સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર મેપાણીએ સ્થળ પર જઇને કેટલાક યુરિનલ બ્લોકનો રીયાલીટી ચેક પણ કર્યો હતો. રીયાલીટી ચેક દરમિયાન વાત બહાર આવી હતી કે, પાલિકા દ્વારા બનાવવામાં આવેલા યુરિનલ બ્લોકમાં હાથ ધોવા માટે મુકવામાં આવેલા બેઝીન યોગ્ય ગુણવત્તા ધરાવતા મુકવામાં આવ્યા ન હતા. તથા તેમાં લગાડેલા નળ ખોલતાની સાથે ફરી જતા હતા. એટલું જ નહિ પણ વોશરૂમમાં પણ સાફ સફાઇ રાખવા મામાલે તંત્રની બેદકરાકી સામે આવી હતી. પ્રજાના પરસેવાના પૈસાનો ગેરવહીવટ તથા તૈયાર કરવામાં આવેલી સુવિધાઓની જાળવણીમાં ઉપેક્ષા થતી હોવાનું આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ ના ઘટસ્ફોટ અને રીયાલીટી ચેકમાં બહાર આવ્યું હતું.
સુરત એક તરફ સ્માર્ટ સીટી બનવા માટે થનગનાટ કરી રહ્યું છે. શહેરમાં મેટ્રો સહિત અનેક સુવિધાઓ આવનારા સમયમાં વિકસાવવામાં આવશે. ત્યારે લોકોની જરૂરીયાતની સુવિધાઓ પ્રત્યે દાખવવામાં આવતી બેદરકારી તંત્રની ઉદાસીનતા સુચવે છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર મેપાણી અગાઉ પણ આરટીઆઇ મારફતે માહિતી મેળવી સરકારને ઘેરી ચુક્યા છે.