• આજદિન સુધી રીક્ષા, બાઇક અને કારને રોંગ સાઇડ ચલાવવા બદલ મેમો મળ્યાની અનેક ઘટનાઓ સામે આવતી હતી
  • કદાચ પ્રથમ વખત પોલીસે રોંગ સાઇડ પર સાયકલ લઇને આવતા શ્રમીકને નિયમોના ભંગ બદલ આરટીઓનો મેમો ફટકાર્યાની પ્રકાશમાં આવી
  • મારી અનેક વખત આજીજી છતાં પોલીસે મને આરટીઓનો મેમો ફટકારી દીધો હતો. – રામબહાદુર યાદવ

WatchGujarat. સુરતમાં રોંગ સાઇડ પર આવતા શ્રમીકને ટ્રાફીક પોલીસે RTO નો મેમો ફટકાર્યાની અજીબો – ગરીબ ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે રાજ્યભરમાંથી પોલીસની કામગીરીને લઇને અચરજ પામી રહ્યા છે. પોલીસે સાયકલ ચાલકને મેમો આપી આરટીઓ કચેરી ભરવા જણાવ્યું હતું.

રાજ્યના તમામ શહેરોમાં પાકા રસ્તા બનાવ્યા છતાં સમય અને પેટ્રોલ બચાવવા માટે લોકો રોંગ સાઇડે બિંદાસ્ત કાર – બાઇક લઇને ફરતા હોય છે. આજદિન સુધી રીક્ષા, બાઇક અને કારને રોંગ સાઇડ ચલાવવા બદલ મેમો મળ્યાની અનેક ઘટનાઓ સામે આવતી હતી. પરંતુ કદાચ પ્રથમ વખત પોલીસે રોંગ સાઇડ પર સાયકલ લઇને આવતા શ્રમીકને નિયમોના ભંગ બદલ આરટીઓનો મેમો ફટકાર્યાની ઘટના ગુરૂવારે સામે આવી હતી. જેને લઇને રાજ્યભરમાં લોકો અચરજ અનુભવી રહ્યા છે.

ગુરૂવારે સવારે સાયકલ પર નોકરી જઇ રહેલા રામ બહાદુર યાદવ સાયકલ પર પોતાના કામે જઇ રહ્યા હતા. દરમિયાન સચીન પાસેથી રોંગ સાઇડ સાયકલ ચલાવતી વખતે ટ્રાફીક પોલીસના હાથે આવી ગયા હતા. રામબહાદુર યાદવે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી સુરતમાં મારી પત્ની સાથે રહું છું. અને પાવરલુમમાં કામ કરૂ છું. આજે સવારે મારા ઘરેથી પાવરલુમમાં કામ કરવા માટે પાંડેસરાથી નિકળ્યો ત્યારે પોલીસે મને સચીન વિસ્તારમાં રોંગ સાઇડ આવતા પકડી પાડ્યો હતો. પોલીસે મને મેમો આપવાની વાત કરતા જ મેં તેમને આજીજી કરી હતી. અને મેમો નહિ આપવા વારંવાર વિનંતી કરી હતી. મારી પાસે એક માત્ર સાયકલ છે. મને તેના સિવાય કંઇ ચલાવતા નથી આવડતું.

વધુમાં રામબહાદુરે ઉમેર્યું હતું કે, મારી અનેક વખત આજીજી છતાં પોલીસે મને આરટીઓનો મેમો ફટકારી દીધો હતો. હાલ મારી સાયકલ મારી પાસે છે. પોલીસે મને મેમો આરટીઓમાં ભરવા માટે જણાવ્યું હતું. આટલા વર્ષમાં પહેલી વખત મને સાયકલ પર જવા બાબતે મેમો મળ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ તથા અન્ય ટ્રાફીકના નિયમોના ભંગ બદલ અનેક વખત મેમો ફટકારવામાં આવ્યા હતા. જેને લઇને રાજ્યના અનેક શહેરોમાં પોલીસની કામગીરીને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેવા સમયે સાયકલ ચાલક શ્રમીકને મેમો આપવો પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud