• માર્ગ સુરક્ષા અને સલામતીના પાઠ ભણાવવા ‘યમરાજ’ રસ્તા પર ઉતર્યા
  • લોકો ટ્રાફિકના નિયમો પાળતા થાય તે માટે સુરત પોલીસ વિવિધ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ

WatchGujarat. સુરતમાં હાલ 32 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઇ રહી છે. જેને લઈને લોકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરમિયાન સુરતના અઠવાગેટ વિસ્તારમાં ટીઆરબી જવાનોએ યમરાજની વેશભૂષા ધારણ કરી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને જે લોકો ટ્રાફિકના નિયમ ભંગ કરતા નજરે ચડ્યા હતા તેઓને શપથ પણ લેવડાવવામાં આવી હતી.

સુરતમાં હાલ 32 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ટ્રાફિકના નિયમો પાળતા થાય તે માટે સુરત પોલીસ વિવિધ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે સુરતમાં આજે ટીઆરબી જવાનોએ યમરાજની વેશભૂષા ધારણ કરી હતી. અને લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. શહેરમાં રસ્તા પર થતા અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે અકસ્મમાતો ઘટાડવા માટે આ રસપ્રદ રીતે સમજાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યમરાજ બનેલા ટીઆરબી જવાનોએ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા હતા અને કહ્યું હતુ કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરો, નહી તો તમને લેવા અમારે આવું પડશે. અને જે લોકો ટ્રાફિકના નિયમ ભંગ કરતા નજરે ચડ્યા હતા તેઓને શપથ પણ લેવડાવવામાં આવી હતી. પોલીસના આ અનોખા અભિયાનને લોકોએ બિરદાવ્યું હતું. અને ટ્રાફિક નિયમ પાળવા માટે શપથ પણ લીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud