પ્રેમીકાએ લગ્ન માટે દબાણ કરતા જવાને તેના જીવનનો અંત આણી દીધો
પ્રેમીકાને તાપી નદીમાં ધક્કો માર્યા બાદ જવાને ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો
મામલામાં પ્રેમી બચી જતા પોલીસે તેની ધરપકડ કરી મામલાની તપાસ શરૂ કરી
યુવતિ ગુમ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો
WatchGujarat. સુરતમાં ટીઆરબી જવાનને લાલગેટ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ થયો હતો. પરંતુ મહિલા લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. જેથી ટીઆરબી જવાન મહિલાને મહારાષ્ટ્ર લઇ ગયો હતો. ત્યાં બ્રીજ પરથી મહિલાને તાપી નદીમાં ધક્કો મારી દીધો હતો. આ સમગ્ર મામલો બહાર આવતા લાલગેટ પોલીસે ટીઆરબીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફિલ્મી સ્ટોરી જેવા અંતવાળી આ લવ સ્ટોરીમાં પ્રેમીએ પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રેમીનો બચાવ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસે ધરપકડ કરી છે.
સુરતના ઉધના સ્થિત વિનાયક નગરમાં રહેતા રાહુલ વિલાસ પાટીલ છેલ્લા 6 મહિનાથી ટીઆરબીમાં ફરજ બજાવી રહ્યો હતો. દરમ્યાન તેની મુલાકાત લાલગેટ વિસ્તારમાં એક યુવતી સાથે થઇ હતી. યુવતી પરિણીત હતી. અને હાલ પતીથી અલગ રહેતી હતી. દરમિયાન ટીઆરબી રાહુલ અને યુવતી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. અને યુવતી રાહુલને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. અને લગ્ન નહિ કરે તો પોલીસ કેસમાં ફસાવી દેવાની વાત કરી હતી.
તાપી નદીના બ્રીજ પરથી યુવતીને ધક્કો મારી દીધો
યુવતીથી છુટકારો મેળવવા માટે ટીઆરબી રાહુલ યુવતીને લઈને ધુલિયાના શીદખેડાના તાપી નદીના બ્રીજ પર ગયો હતો. ત્યાંથી તેણે યુવતીને તાપી નદીમાં ધક્કો મારી દીધો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ તે સુરત આવી ગયો હતો. યુવતી ગુમ થતા મામલો પોલીસ સુધી પહોચ્યો હતો. અને આ મામલો આખરે સુરત પોલીસ સુધી પહોચતા પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. અને રાહુલે સમગ્ર હકીકત પોલીસને જણાવી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે રાહુલ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાહુલે ઝેર ખાઈને આપઘાતનો કર્યો હતો પ્રયાસ
યુવતીની માતાની રજૂઆતના આધારે લાલગેટ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ આ દિશામાં તપાસ કરતી હતી. તેની વાત રાહુલ સુધી પહોંચી ગઈ હતી. તેથી રાહુલે બે દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેથી પોલીસ થોડી ચૂપ હતી. શુક્રવારે તેને રજા હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
- પ્રેમીકાએ લગ્ન માટે દબાણ કરતા જવાને તેના જીવનનો અંત આણી દીધો
- પ્રેમીકાને તાપી નદીમાં ધક્કો માર્યા બાદ જવાને ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો
- મામલામાં પ્રેમી બચી જતા પોલીસે તેની ધરપકડ કરી મામલાની તપાસ શરૂ કરી
- યુવતિ ગુમ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો