• સુરતના ભાઠેના ચાર રસ્તા નજીકનો આ વિડીયો સામે આવ્યો છે
  • મહિલા ટીઆરબી ટેમ્પા ચાલકોને રોકી તેઓની પાસેથી રૂપિયા પડાવી રહી છે.

WatchGujarat. સુરતમાં તોડપાણી કરતો મહિલા ટીઆરબીનો વિડીયો વાયરલ થયો છે. સુરતના ભાઠેના ખાતે આવેલા ચાર રસ્તા નજીકનો આ વિડીયો છે. જેમાં મહિલા ટીઆરબી ટેમ્પા ચાલકો પાસેથી રૂપિયા પડાવી રહી છે.

સુરતમાં ટીઆરબી જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે વાહનો રોકી રૂપિયા ખંખેરતા અનેક વિડીયો અગાઉ વાયરલ થઇ ચુક્યા છે. ત્યાર બાદ પોલિસના ઉચ્ચ અધિકારીઓએ અનેક કડક નિયમ બનાવ્યા હતા. પણ આ નિયમ માત્ર કાગળ પર જ જોવી મળી રહ્યા છે. જેનો પુરાવો આ વાયરલ વિડીયો આપી રહ્યો છે. સુરતના ભાઠેના ચાર રસ્તા નજીકનો આ વિડીયો છે.

વિડીયોમાં જોઈ શકાય છે. મહિલા ટીઆરબી ટેમ્પા ચાલકોને રોકી તેઓની પાસેથી રૂપિયા પડાવી રહી છે. વિડીયોમાં જોવા મળે છે કે, ટ્રાફિક નિયમન કરતી મહિલા ટેમ્પા પાસે આવીને પ્રથમ ખીસામાંથી ટેમ્પા ચાલકને આપે છે. અને ત્યાર બાદ ટેમ્પા ચાલક પાસેથી લઇને પોતાની ખીસામાં મુકી રહી છે.

આ વિડીયો વાયરલ થતા ફરી એક વખત ખળભળાટ મચ્યો છે. ટ્રાફિક નિયમન કરવાને બદલે આ મહિલા ટીઆરબી રૂપિયા ખંખેરી રહી છે. તે વિડીયોમાં સ્પસ્ટ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે આ પ્રકારની ઉઘાડી લુંટ કેટલી યોગ્ય છે ? આ વિડીયો વાયરલ થતા હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું.

અગાઉ પણ વિડીયો વાયરલ થતા ટીઆરબી જવાનોને કરાયા છે સસ્પેન્ડ

સુરતના સહારા દરવાજા પાસે ટીઆરબી જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે રૂપિયા ખંખેરતા હોવાના વિડીયો વાયરલ થયા હતા. જેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ટીઆરબી જવાનોને વાહનો રોકવાનો અધિકાર નથી તેમ છતાં સુરતમાં ટીઆરબી જવાનો વાહનો રોકી રોકડી કરી રહ્યા છે. જેને લઈને અનેક વખત લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવતા હોય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud