35 વર્ષિય યુવક કાપડ માર્કેટમાં કામ કરતો હતો
યુવકે આજે વિસ્તારમાં આવેલા ઓવર બ્રિજ પર ચઢીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો
દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા TRB જવાનોનું ધ્યાન જતા તેઓ યુવાનની નજર ચુકવી તેની નજીક પહોંચવામાં સફળ રહ્યા
જવાનોએ સમયસુચકતા વાપરી યુવકનો જીવ બચાવ્યો
પ્રાથમિક તપાસમાં યુવકે આર્થિક ભીંસમાં આવીને અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું
WatchGujarat. રીંગ રોડ પર આવેલા કાપડ માર્કેટના ઓવર બ્રિજ પર એક યુવકે બ્રિજની પાળી પર ચડીને જીવનનું અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વાત ટ્રાફિક ટીઆરબી જવાનોના ધ્યાને આવતા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. અને યુવકનો જીવ બચાવ્યો હતો. ટ્રાફિક જવાનોની સરાહનીય કામગીરીને લઈને તેમના પર પ્રશંશાની વર્ષા થઇ રહી છે.
https://youtu.be/cYfF28h0BKE
પ્રાપ્ત વિગત પ્રમાણે, 35 વર્ષીય એક યુવક રીંગ રોડ પર આવેલા કાપડ માર્કેટમાં કામ કરે છે. આ વિસ્તારમાં આવેલા ઓવર બ્રિજની પાળી પર યુવાને ચડી ગયો હતો. અને જીવનનું અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ યુવાન કંઇક અજુગતું કરવા જઇ રહ્યો હતો ત્યારે ત્યાંથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસની મદદ કરતા ટીઆરબી જવાન ત્યાંથી પસાર થઇ રહ્યા હતા.
તમામનું ધ્યાન યુવક પર જતા પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ સાથે રહેલ ટીઆરબી જવાને સમય સૂચકતા વાપરીને આ યુવાનની નજર ચૂકવીને તેની નજીક પહોંચ્યા હતા. અને યુવાન આપઘાત કરે તે પહેલા જ તેને પહેલા ઉગારી લીધો હતો.
યુવાનને બચાવી પોલીસ મથકે લઈએ જવામાં આવ્યો હતો. યુવાનની પ્રાથમિક પુછપરછમાં વાત બહાર આવી હતી કે, તેણે આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. યુવાનનો જીવ બચાવનાર ટીઆરબી રોહિત વિજયભાઈ અને સાગર સુરેશભાઈ અને લોકરક્ષક હિતેશભાઈની કામગીરીને લઈને પોલીસ વિભાગમાં તેમના અધિકારી દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.