સુરતના કિમ રોડ નજીક મોડી રાત્રે ફૂટપાથ પર સુતેલા શ્રમજીવીઓ ઉપર ડમ્પર ફરી વળ્યું હતુ.
અકસ્માતમાં 1 બાળક સહિત 15 લોકોના મોત નિપજ્યાં છે.
છુટ્ટક મજૂરી કામ કરી જીવનનુ ગુજરાન ચલાવતા રાજસ્થાનના શ્રમજીવીઓને કાળ ભરખી ગયો
WatchGujarat. શહેરના કિમ રોડ નજીક પાલોદ ગામની સિમમાં આવેલા કિમ-માંડવી રોડ પર ગત મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શેરડી ભરેલા ટ્રેકટર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે સ્ટીયરીંગ પરનુ કાબુ ગુમાવતા ફૂટપાથ પર સુતેલા 20 જેટલા શ્રમજીવીઓ ઉપર ડમ્પર ફરી વળ્યું હતુ. વર્ષ 2021ના પ્રથમ મોટા અકસ્માતમાં 1 બાળક સહિત 15 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે આ સમગ્ર ઘટનાને નજરે જોનાર રાજુ નામના શખ્સે દર્દનાક ઘટના વર્ણવી હતી. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને નજરે જોનાર રાજુ નામના શખ્સે નવા વર્ષની પ્રથમ દર્દનાક ઘટના અંગેની જણાવતા કહ્યું હતુ કે, આખો દિવસ મજૂરી કામ પરિવારનુ ગુજરાન ચલાવીયે છીએ, ગઇકાલે પણ મજૂરી કામ કર્યા બાદ જમી પરવારી અમે લોકો ફૂટપાથ પર સુવા પડ્યાં હતા. રાત્રી સમયે ઘોર નિંદ્રામાં હતા, ત્યારે અચાનક ધડાકો થયો હોય તેવો અવાજ આવતા મારી આંખ ખુલી ગઇ હતી.
https://youtu.be/q1UUgz2zv-0
આંખ ખુલતા જ કંઇ સમજાય એ પહેલાજ એક ડમ્પર મારાથી થોડેક જ દુરી પર સુઇ રહેલા લોકો ઉપર ફરી વળ્યું હતુ. લોકો ઉંઘમાં હતા કોઇના મોઢામાંથી અવાજ પણ નિકળ્યો ન હતો. જેમણે ઇજા પહોંચી તેમણે ચીસો પાડવાની શરૂ કરી હતી. અંધારી રાતમાં ફૂટપાથ પર લોકો લોહીમાં લથબથ પડેલા હતા. લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતા. થોડા સમયમાં પોલીસ પણ આવી પહોંચી હતી. આ કાળી અંધારી રાતમાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યાં છે.