સગીર વચ્ચેની લડાઇ લોહિયાળ બની
ડ્રાઇવરના પુત્રની ઝાડી ઝાંખરામાંથી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી
WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં 9 વર્ષીય બાળકની અન્ય બાળકે લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસ ખાતે રહેતા શ્રીલાલ યાદવ ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક 9 વર્ષીય અંશુ નામનો પુત્ર હતો. તેમના પુત્રની લાશ તે વિસ્તારમાં આવેલા ઝાડી ઝાંખરામાંથી મળી આવી હતી. બાળકની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ શરુ કરી હતી.
પોલીસ તપાસમાં બાળકની હત્યા તે વિસ્તારમાં રહેતા 13 વર્ષીય અન્ય બાળકે કરી હોવાનું બહાર આવ્યું હતું. અંશુ અને હત્યા કરનાર 13 વર્ષીય બાળકના નાના ભાઈ સાથે ઝગડો થયો હતો. જેમાં 13 વર્ષીય બાળકે અંશુને લાકડાનો ફટકો માથામાં મારી દીધો હતો. જેમાં અંશુનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
25 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો
શ્રીલાલનો એકનો એક દીકરા અંશુ વતનમાં કાકા સાથે રહેતો હતો. અંશુ 25 દિવસ પહેલા સુરત આવ્યો હતો. ગુરૂવારે સવારે રમવા ગયા બાદ પરત ન આવતાં શોધખોળ કરતા બપોરે ઘરેથી થોડા અંતરે ઝાડીમાંથી તેની લાશ મળી હતી.
વાળ અને નાક ડુક્કર ખાઈ ગયા
બાળકની લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ કરી હતી. જેમાં મૃતક અંશુની લાશ બપોરે પોણા બે વાગ્યે લાશ મળી હતી. તેનું નાક ન હતું તેમજ માથામાં વાળ નહતા. તપાસમાં ખબર પડી કે ડુક્કર તેનું નાક અને વાળ ખાઈ ગયા હતા.