• સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે
  • પરપ્રાંતિય પરિવારની દિકરીને ઉઠાવી જઇ તેની સાથે અડપલા કરવામાં આવ્યા
  • ઘટનાના બીજા દિવસે સગીરાએ તેની માતાને તેની આપવિતી કહી
  • સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઝાડીમાં છુપાયેલા આરોપીની પોલીસે ઘરપકડ કરી

WatchGujarat. સુરતના ડુમસવિસ્તારમાં 11 વર્ષીય બાળકી સાથે શારીરીક અડપલા કરીને ભાગી છુટેલા ઈસમને ડુમસ પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી 11 વર્ષીય સગીરાને મોઢું દબાવી રૂમમાં લઇ ગયો હતો. અને ત્યાં દોરી વડે બાંધી તેની સાથે શારીરક અડપલા કર્યા હતા. જો કે આ સમગ્ર બનાવ અંગે બાળકીએ તેણીની માતાને જાણ કરી હતી. જેથી બાળકીના પરિવારજનોએ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતના મગદલ્લા વિસ્તારમાં પરપ્રાંતીય દંપત્તી રહે છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી છે. જેમાં બીજા નંબરની 11 વર્ષીય પુત્રી ગત 18 માર્ચે દુકાને સમાન લેવા ગયી હતી. દરમિયાન તે વિસ્તારમાં રહેતા એક યુવકે મોઢું દબાવી તેણીને રૂમમાં લઇ ગયો હતો. જ્યાં યુવકે બાળકીને દોરી વડે બાંધી તેના શારીરીક અડપલા કરી કર્યા હતા. જો કે, થોડીવાર માટે યુવક બહાર જતા બાળકી હેમખેમ રીતે ત્યાંથી ભાગી પોતાના ઘરે પહોંચી ગઇ હતી. બાળકી મોડી રાતે ઘરે આવતા માતાએ પૂછપરછ કરી હતી. પરંતુ હેબતાઈ ગયેલી બાળકીએ કંઇ જણાવ્યું ન હતું. જો કે, ઘટનાના બીજા દિવસે માતાએ ફરી એક વખત પૂછતા બાળકીએ રડતા રડતા યુવકની સમગ્ર કરતુત જણાવી હતી. બાળકીના મોઢેથી આ વાત સાંભળી તેની માતાના પગ તળેથી જમીન સરકી ગયી હતી. અને સમગ્ર મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી નહેર પાસે ઝાડી ઝાંખરામાં છુપાયો હતો

ઘટનાની ગંભીરતા જોઈ ડુમસ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ 20 વર્ષીય ડ્રાઈવર બિમલેશ ગંગેશ્વર પાસવાન હોવાનું જણાવ્યું હતું. વધુમાં આરોપી પોલીસથી બચવા માટે મગદલ્લા નહેર પાસે ઝાડી ઝાંખરામાં છુપાયો હતો ત્યાંથી તેને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

બાળકીને રૂમમાં દોરી વડે બાંધી રાખી હતી

બાળકીએ તેણીની માતાને જણાવ્યું હતું કે, આરોપી તેનું મોઢું દબાવી તેને રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકીને દોરી વડે બાંધી દીધી હતી.અને જો અવાજ કરશે તો તેણીને અને તેના માતા-પિતાને જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી. અને ત્યારબાદ તેના શારીરક અડપલા કર્યા હતા. જો કે થોડીવાર માટે યુવક રૂમની બહાર જતા જ બાળકીએ રૂમમાં લોખંડની કોઈક વસ્તુ સાથે દોરી ઘસીને તોડી ત્યાંથી ભાગીને ઘરે પહોંચી હતી અને બીજા દિવસે સમગ્ર હકિકત તેની માતાને કહી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud