• કુવારી હોવા છતાં માતા બનતા પોતાનું પાપ છુપાવવા બાળકને 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું
  • બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે રવિવારે સાંજે 6 વાગે એક નવજાત બાળક મળ્યું

#Surat - એક જ એપાર્ટમેન્ટમાં જ રહેતા પ્રેમી સાથે સંબંધ બંધાતાં યુવતી ગર્ભવતી બની, કુંવારી માતાએ બાળકને જન્મ આપી ત્યજી દીધું

WatchGujarat. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી ત્યજી દીધેલું નવજાત બાળક મળી આવ્યું હતું. રહીશોએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યું હતું. બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસ બાળકીની માતા સુધી પહોચી ગયી હતી. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે તે જગ્યા પર રહે છે. તે જ એપાર્ટમેન્ટમાં તેનો પ્રેમી રહે છે. અને બંને વચ્ચે સબંધ બંધાતા તે ગર્ભવતી બની હતી. અને કુવારી હોવા છતાં માતા બનતા પોતાનું પાપ છુપાવવા બાળકને 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું હતું. #Surat

ઘણી વાર યુવતીઓ પ્રેમમાં એટલી બધી હદો પાર કરી દે છે કે જેના કારણે તેને પસ્તાવાનો વારો આવે છે. અને આવું જ કાંઇક સુરતમાં ફરી એક વખત સામે આવ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સુરતના ગોડાદરા વિસ્તારમાં મિડાસ સ્ક્વેરની પાછળ પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે રવિવારે સાંજે 6 વાગે એક નવજાત બાળક મળ્યું હતું. એ જીવિત અવસ્થામાં હતું. પ્રમુખઆરણ્યના પાંચમા માળે રહેતા પવન સોહનલાલ અગ્રવાલની નજર બાળક પર ગઈ હતી, જેથી તેમણે પોલીસને જાણ કરતાં ગોડાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી. #Surat

પોલીસે બાળકને કબજામાં લઈને હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જ્યાં તેની હાલત સામાન્ય છે. બીજી તરફ આ બાળક કોનું છે અને બાળકને આવી નિર્દયતાથી કોણ ત્યજી ગયું તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને તે વિસ્તારમાં રહેતી એક યુવતી ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે યુવતીની કડક પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં યુવતી ભાંગી પડી હતી અને તેણીએ સમગ્ર હક્કિત પોલીસને જણાવી દીધી હતી

એપાર્ટમેન્ટમાં રહેતા પ્રેમી સાથે બંધાયો હતો સબંધ

પોલીસે યુવતીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણીના માતા પિતા રાજસ્થાન રહે છે. અને તે અહી પોતાના ભાઈ ભાઈ સાથે રહે છે. ઉપરાંત છેલ્લા કેટલક વર્ષોથી તે જ એપાર્ટમેન્ટમાં રહેતા રાજસ્થાની યુવક સાથે તેણીનો પ્રેમ સબંધ હતો.અને બંનેએ શરીર સબંધ બાંધ્યા હતા. અને તે ગર્ભવતી બની હતી #Surat

કુંવારી માતા બનતાં પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દીધું

યુવતીએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે તે કુવારી છે પરંતુ તેણીએ સબંધ રાખતા તે માતા બની હતી અને બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ કુવારી હોવા છતાં માતા બનતા સમાજમાં બદનામી થશે તેવા ડરથી તેણે બાળકને પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું હતું.

હાલ બંને પરિવારો સાથે સમાધાનથી વાતો થઇ રહી છે

આ ઘટના અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ કોઈ ફરિયાદ આપી નથી. બંને પરિવારો વચ્ચે સમાધાનની વાતો ચાલે છે.પરંતુ આ મામલે યુવતી કોઈ ફરિયાદ આપશે તો પોલીસ તે ફરિયાદના આધારે તપાસ કરશે. #Surat

યુવતીઓએ ચેતવા જેવો કિસ્સો

પ્રેમમાં પાગલ બની જતી અને તમામ હદો પાર કરતી યુવતીઓ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. યુવતીઓએ પ્રેમમાં અથવા પ્રેમીના દબાણમાં હદો પાર કરતી હોય છે જેના કારણે આખરે તેને પસ્તાવવાનો વારો આવે છે. આ કિસ્સામાં એક નવજાત બાળકને જન્મતાથી સાથે જ ૧૫ ડીગ્રી ઠંડીમાં મરવા માટે છોડી દીધું હતું. જો કે આખરે એક યુવકની નજર પડતા બાળક બચી ગયું હતું.

More #Surat #Unmarried #mother #left #New born baby #Police #investigation #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud