• ગતરોજ માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જવાની તૈયારીઓ કરતા ત્યારે મહાકાય વ્હેલ જોવા મળી
  • વ્હેલ જોવા મળ્યાની વાત વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા
  • વન વિભાગે મૃત્યુ પામેલી વ્હેલના સેમ્પલ લઇને વધુ તપાસ હાથ ધરી

Watchgujarat.  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ દરિયા કિનારાથી ગતરોજ એક માહાકાય વ્હેલ માછલી મૃત હાલતમાં મળી આવી હતી. દરિયા કિનારાથી વ્હેલ માછલી મળી આવાની વાતો વાયુવેગે માલવણ ગામમાં ફેલાઈ વ્હેલ માછલી ને જોવા માટે લોકટોળા એકત્ર ગયા હતા. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને માછલી નું મૃત્યુ કઈ રીતે થયું તેની તપાસ શરૂ કરી હતી.

ગત રોજ સવારે માલવણ દરિયા કિનારાથી માછીમારો માછીમારી કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે દરિયા કિનારા પર માછીમારોને એક વ્હેલ માછલી દરિયાકિનારે મૃત હાલતમાં દેખાઈ હતી. આટલી મોટી માછલી જોઈને માછીમારો પણ ચોંકી ઉઠયા હતા. માછલી મળવાની વાત વાયુવેગે માલવણ ગામમાં ફેલાઈ હતી. જેથી માછલી ને જોવા માટે લોક ટોળા ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસ અને વન વિભાગને કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મછલી પાસેથી લોકોને દૂર કરવાની કામગીરી કરી હતી. અને વનવિભાગે માછલીનું મૃત્યુ કેવી રીતે થયું તે માટે જરૂરી સેમ્પલ લઇ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ કર્યા બાદ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વ્હેલ માછલી મૃત હાલતમાં મળી આવી છે. તે ડીકમ્પોઝ હાલતમાં છે. અને તેના શરીરનો અડધો જ ભાગ મળી આવ્યો છે. જેથી અંદાજો લગાવી શકાય છે કે, માછલી નું મૃત્યુ ઘણા સમય અગાઉ સમુદ્રમાં થઈ ગયુ હશે. માછલીના મૃત્યુ ને વધારે સમય થઈ ગયા હોવાના કારણે તે સડવા લાગી હશે અને તેના શરીરના બે ભાગ થઈ ગયા હશે. જેથી સમુદ્રમાં ભરતી હોવાના કારણે શરીર નો અડધો ભાગ દરિયાકિનારે તણાઈ આવ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud