• રાજ્યમાં નશાખોરી ડામવા માટે પોલીસ તથા અન્ય એજન્સીઓ સતત પ્રયત્નશીલ છે.
  • એન.સી.બી ગુજરાતએ 85 લાખ રોકડ રૂપિયા કબ્જે લીધા
  • વાપી માંથી એન.સી.બીને મોટી સફળત મળી,ઘરમાં જ એમ.ડી ડ્રગ બનાવની ફેક્ટરી શરુ થાય તે પહેલા જ પકડી પડાઈ
  • એન.સી.બી 4.5 કિલો એમ.ડી.ડ્રગના જથ્થા સાથે બનાવવા માટેને સાધનો જપ્ત કર્યા
  • ઘરમાંથી આટલી મોટી સંખ્યમાં ડ્રગ્સનો જથ્થો અને સાધનો મળતા એન.સી.બી ચોંકી ઉઠી

WatchGujarat. રાજ્યમાં નાની ઉંમરે નશાના બંધાણી થતા યુવાનો અને તેમના પરિવાર ખુવાર થયાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પોલીસ અને ખાસ કરીને એનસીબી દ્નારા નશાનો વેપાર કરનારાઓ પર સઘન દેખરેખ રાખવમાં આવતી હોય છે. ગુજરાત રાજ્યમાં નશાખોરી ડામવા માટે મિશન ક્લિન ગુજરાત પણ ચલાવવામાં આવે છે. એનસીબી દ્વારા સુરત નજીક આવેલા વાપીમાં ઘરે જ એમડી ડ્રગ બનાવતી ફેકટરી પકડી પાડવામાં આવી છે. જેને મોટી સફળતા માનવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ઘરમાં ચાલતી ડ્રગ મેન્યુફેક્ચરીંગની ફેસીલીટી પકડી પાડવામાં આવી છે.

સમગ્ર મામલે એનસીબી સુત્રના જણાવ્યા અનુસાર, એનસીબીની ટીમને વાપીમાં રહેણાંક વિસ્તારમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરીંગ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે કાર્યવાહી કરતા એનસીબીની ટીમ નિયત સ્થળે ત્રાટકી હતી. સ્થળ પરના દ્રશ્યો જોતાની સાથે જ એનસીબીની ટીમના સભ્યો પણ એક તબક્કે ચોંકી ઉઠ્યા હતા. સ્થળ પર ઘરમાં જ સોફેસ્ટીકેટેડ નશો તરીકે ઓળખાતા એમડી ડ્રગ્સ બનાવવાનું મેન્યુફેક્ચરીંગ યુનિટ જોવા મળ્યું હતું. એટલું જ નહિ એનસીબીની ટીમને સમગ્ર જગ્યા પર સર્ચ દરમિયાન મોટી માત્રામાં એમ.ડી. ડ્રગ પણ મળી આવ્યું હતું.

પોલીસે સ્થળ પર હાજર લોકોની પુછપરછ કરતા ત્યાં હાજર પ્રકાશ પટેલ ડ્રગ્સના ઉત્પાદનની કામગીરી તથા સોનુ રામનિવાસ ડ્રગ્સની લે-વેચનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર દરોડામાં એનસીબીને 20 કલાક જેટલો સમય લાગ્યો હતો. કામગીરી દરમિયાન એનસીબીને ઘટના સ્થળેથી 4.5 કિલો ડ્રગ્સ અને રૂ. 85 લાખ રોકડા મળી આવ્યા હતા. બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud