• ચુંટણી ટાણે કોરોનાના નિયમો નેવે મુકીને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર – પ્રસાર કરવામાં આવ્યો હતો.
  • ચુંટણી બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવતા તંત્ર એક્શનમાં આવ્યું
  • દુકાનો – હોટલ તથા મોલમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની કોવિડ ગાઇડલાઇનનું સુસ્ત પણે પાલન કરવાના પ્રયાસો
  • પરંતુ રસ્તાની બાજુમાં ભરાતા શાકભાજી – ફળોના માર્કેટમાં ભીડ જોવા મળી રહી છે

WatchGujarat. ચુંટણી ટાણે રાજ્યમાંથી કોરોના જતો રહ્યો હોય તેવું પ્રજાજનો અનુભવી રહ્યા હતા. પાલિકા અને પંચાયતની ચુંટણીમાં લોકો બેરોકટોક ભેગા થઇ રહ્યા હતા. અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવતું હતું. જો કે ચુંટણી પતી ગયા બાદ હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. અને દુકાનો અને હોટલો પર કડક નિયમો લાદવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર ભરાતા શાકભાજીના બજારોમાં લોકોની ભીડ યથાવત રીતે જોવા મળી રહી છે.

ચુંટણી ટાણે કોરોનાના નિયમો નેવે મુકીને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર – પ્રસાર કરવામાં આવ્યો હતો. ચુંટણી પતી ગયા બાદ હવે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને હવે તંત્ર વધુ એક વખત એક્શનમાં આવ્યું છે. અને શહેરમાં ચાલતા દુકાનો – હોટલ તથા મોલમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની કોવિડ ગાઇડલાઇનનું સુસ્ત પણે પાલન કરવાના પ્રયાસો હાથ ધરી રહ્યું છે. ત્યારે નિયમો માત્ર દુકાનો અને મોલ પુરતા સિમિત હોય તેવી ઘટના સામે આવી છે.

શહેરમાં સવારે સહારા દરવાજા શાક માર્કેટ ફળોનું માર્કેટ ભરાય છે. ત્યાં માસ્ક અને ખાસ તો સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થતું નથી. એક તરફ તંત્ર દ્વારા દુકાનો અને મોલને કોરોનાના નિયમોનું પાલન કરવા માટે જણાવાઇ રહ્યું છે. ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા રોડ બાજુમાં ભરાતા શાકભાજી અને ફળોના માર્કેટ પર થતી ભીડને અટકાવવા માટે કોઇ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો નથી. આજે ભરાયેલા માર્કેટની ભીડ પરથી તેન અંદાજો લગાડી શકાય છે.

શહેરમાં કોરોનાની નવી સ્ટ્રેઇનના કેસો વધી રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં કોરોના પોઝીટીવ કેસોનો ગ્રાફ ઉપર તરફ જઇ રહ્યો છે. ત્યારે દુકાન અને મોલમાં તંત્ર દ્વારા કરવામાં આવતી સ્થિતીને અનુલક્ષીને સરાહનીય છે. પરંતુ રોડની બાજુ પર ભરાતા માર્કેટ અંગે કોઇ નક્કર નિર્ણય નહિ લેવામાં આવે તો તંત્રને કોરોનાને રોકવા માટેના પ્રયાસોમાં ધાર્યું પરિણામ નહિ મળી શકે. તંત્રએ કોરોના રોકવાના પ્રયાસોમાં વધારે લોકોને સાંકળવાની તાતી જરૂરીયાત છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud