• સુરતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધવાની સાથે રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે
  • APMC માર્કેટ બહાર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન ન થતું હોવાથી ગઈકાલે આ માર્કેટ બંધ કરાવવામાં આવી હતી
  • રવિવારની રજા હોવાને કારણે કોરોના અને મહાનગરપાલિકા તંત્ર બંને રજા પર હોય રોડ પર મોટી માર્કેટ ભરાઈ
  • માર્કેટમાં ભારે ભીડ હોવાથી કોરોના સંક્રમણ વધવાની ભીતિ

WatchGujarat. સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલી APMC માર્કેટ બહાર ભરાતી શાક માર્કેટ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભીડના કારણે ગઈકાલે APMC માર્કેટ બહાર ન્યૂ માર્કેટ બંધ કરાવી હતી. પરંતુ આજે આ માર્કેટમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. પરંતુ હવે લોકોએ પણ બેદરકારીની જગ્યાએ તકેદારી રાખવાની જરૂર છે. પરંતુ હજુ પણ લોકો બેદરકાર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતના પુણા કુંભારીયા રોડ પર APMC માર્કેટ આવી છે. આ માર્કેટની બહાર રોજ રસ્તા પર જ બીજી શાક માર્કેટ ભરાય છે. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન ન થતું હોવાથી ગઈકાલે આ માર્કેટ બંધ કરાવવામાં આવી હતી.

આજે રવિવારની રજા હોવાને કારણે કોરોના અને મહાનગરપાલિકા તંત્ર બંને રજા પર હોય રોડ પર મોટી માર્કેટ ભરાઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહી લોકોની ભારે ભીડ છે. અને સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડી રહ્યા છે. અહીં ભારે ભીડ હોવાથી કોરોના સંક્રમણ વધી શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.

કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી

પાલિકા દ્વારા સંક્રમણ અટકાવવા માટે દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્ષ અને મોલ શનિ-રવિની રજામાં બંધ કરાવવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી બાજુ પુણા કુંભારીયા રોડ, રાજ માર્ગ અને જુના આરટીઓ સામેની ગેરકાયદે ભરાતા બજાર બંધ થઈ શકતા નથી. અહીં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud