Watchgujarat. સુરતમાં જિલ્લાની બ્રીજ પર જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. અને ત્યારબાદ કોલેજીયન યુવતી અને કપલનો વિડીયો વાયરલ થયો હતો. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ હવે સુરતમાં કિન્નરનો એક વિડીયો વાયરલ થયો છે. કિન્નર દ્વારા મનપાની ગાડી અને તેના સાગરિત સાથે એક વિડીયો બનાવ્યો છે. આ રમુજી વિડીયો છે. જે વાયરલ થયો છે. પરંતુ મનપાની ગાડી સાથે વિડીયો બનાવતા વિવાદ ઉભો થયો છે
https://youtu.be/pTd2osbQ26w
સુરતના કતારગામ અને અડાજણને જોડતા જિલ્લાની બ્રીજ પરનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં એક કિન્નર તેના સાગરિત સાથે મનપાની ગાડી સાથે વિડીયો બનાવે છે. આ વિડીયો રમુજી છે. 11 સેકન્ડનો આ વિડીયો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જો કે વિડીયો વાયરલ થતા વિવાદ પણ સર્જાયો છે. કિન્નરે જે ગાડી સાથે વિડીયો બનાવ્યો છે. તે સુરત મહાનગર પાલિકાની ગાડી છે. અને ગાડી સાથે તેનો સાગરિત પણ ગાડીમાં બેઠો છે. અને કિન્નરે બહાર ઉભા રહીને તેની સાથે રમુજી વિડીયો બનાવ્યો છે.
કિન્નર દ્વારા વિડીયો બનાવવા માટે મનપાની રસ્તો સાફ કરવાની ગાડીને અટકાવી વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ ગાડીમાં અન્ય કોઈ ને બેસાડવામાં આવતા નથી, ત્યારે આ કિન્નર અને તેના સાગરિક પાસે કેવી રીતે ગાડી આવી અને વિડીયો બનાવ્યો છે તેને લઈને વિવાદ શરૂ થતા મનપા તંત્ર દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
કિન્નર ને યુવતી સમજીને ભાલ ભલા થઇ રહ્યા છે ફિદા
આ કિન્નર એટલી સુંદર લાગે છે કે, ભાલ ભલા આ કિન્નર ને યુવતી સમજીને તેનો વિડીયો જોઈ ફિદા પણ થઇ ગયા છે. અને તેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ પણ મચાવી રહ્યો છે. જો કે હવે આ વિડીયોને લઇને તંત્ર ક્યાં પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
અગાઉ કોલેજીયન યુવતી અને કપલનો વિડીયો વાયરલ થયો હતો
થોડા દિવસો અગાઉ સુરતમાં આ બ્રીજ પર એક યુવકનો જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો હતો. જેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. તેમજ બારડોલીની કોલેજીયન યુવતી અને પાલ સ્થિત રહેતા એક કપલનો પણ બાઈક પર સ્ટંટ કરી રોમાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો. આ બંને લોકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.