બુધવારે મોડી સાંજની ઘટના અંગે દયાવાન ઉર્ફે બંટી પાટીલ સામે ગુનો નોંધાયો.
હત્યા કેસનો આરોપી પેરોલ પર બહાર આવ્યો છે.
સુરત. શહેરના ડિંડોલી સાંઇ પોઇન્ટ પાસે ગત બુધવારે મોડી સાંજે ટ્રાફિક બ્રિગેડના જવાન પર છરા વડે હુમલો કરવાના પ્રયાસના બનાવ અંગેનો વિડીયો વાઈરલ થયો છે. ત્યારે હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે અને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ટ્રાફિક PSI વી.વી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, બુધવારે મોડી સાંજે ડિંડોલી પોઇન્ટ પર ત્રણ જણાં મોપેડ પર પસાર થતાં હતાં. દરમિયાનમાં મોપેડ સ્લિપ થઈ જતાં પોલીસ સ્ટાફ મદદે દોડી ગયો હતો. જોકે, મોપેડ સવાર ત્રણ પૈકી એક શખ્સે છરા વડે પોલીસ સ્ટાફ અને ટ્રાફિક જવાન પીંટુ અમર બહાદુર વર્મા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સાવધાની પૂર્વક એનો પ્રતિકાર કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો . જોકે, આરોપી મોપેડ પર ભાગી ગયા હતા. પરંતુ આ આખી ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી .
https://youtu.be/WANHqgfKpkc
ડીંડોલી સાંઈ પોઇન્ટના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે , શુક્રવારના રોજ આરોપીની ઓળખ થઈ જતા તેની સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરાઈ છે . ટ્રાફિક જવાન પર છરા વડે હુમલાનો પ્રયાસ કરનાર આરોપી રીઢો અને હત્યા કેસનો આરોપી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ મોજ મસ્તી માટે રખડતા હોય એમ કહી શકાય છે. આ આખી ઘટનાને ગંભીરતાથી લેવાઈ રહી હોવાનું પણ નામ ન જણાવવાની શરતે પોલીસ કોન્સ્ટબલે કહ્યું છે.
ડીંડોલી પોલીસે જણાવ્યું હતું કે, સાંઈ પોઇન્ટ નજીક TRB જવાનને છરો બતાવી હુમલાનો પ્રયાસ કરનાર નરોત્તમ નગર , નવાગામનો રહેવાસી દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ હોવાનું બહાર આવ્યું છે. ટ્રાફિક બ્રિગેડ જવાન પીટુ અમર બહાદુર વર્માએ પોતાની ઉપર થયેલા હુમલાના પ્રયાસને લઈ શુક્રવારની મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે .