સુરત. માનસિક તાણ અને આર્થિક સંકળામણના કારણે હાલ સુરત શહેરના આપઘાતના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે સુરતમાં કાપોદ્રા બ્રિજ પરથી 26 વર્ષના યુવકે તાપી નદીમાં મોતની છલાંગ મારી લીધી. હાલ ફાયર વિભાગે યુવકની શોધખોળ હાથ ધરી છે.
સુરત શહેરના કાપોદ્રા બ્રિજ પરથી 26 વર્ષીય યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે.આ આપઘાતની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગ હજુ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવક મળી આવ્યો નથી.
[caption id="attachment_6540" align="aligncenter" width="1280"] ફાયરના લાશ્કરોએ મૃતદેહની શોધખોળ શરૂ કરી[/caption]
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગુલાબ મધુભાઈ પાટીલ(ઉ.વ.26) પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી તે માનસિક બીમારીના કારણે હેરાન થતો હતો.આજે ગુલાબ પોતાની બાઈક લઈને આવ્યા બાદ બાઈક બાજુએ મૂકીને કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયો હતો. બ્રિજ પરથી જતા લોકોએ ફાયર વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તાપી નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે, નદીમાં પાણીનો પ્રવાહ હોવાના કારણે ગુલાબને શોધવામાં મુશ્કેલી થઇ રહી છે.