સુરત. આફતને અવસરમાં ફેરવવાની કહેવત હાલ સુરત શહેરના અલગ અલગ સરકારી ખાતાઓને લાગુ પડતી હોય એમ દેખાઇ રહ્યું છે. શહેરમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. વેક્સીન કૌભાંડ, ખીચડી કૌભાંડ અને હવે  ટોઇંગ ક્રેન કૌભાંડ સામે આવ્યું છે. લોકડાઉન થી અનલોક સુધીમાં પાલીકા દ્વારા ટોઇંગ ક્રેનના બંદોબસ્તમાં રોકાયેલી એજન્સીને રૂ. 90 લાખનું પેમેન્ટ આપવામાં આવ્યું હોવાનો ખુલાસો આરટીઆઇમાં થયો હતો.

દેશભરમાં કોરોના લોક ડાઉન દરમિયાન વાહનોના પૈડાં થમી ગયા હતા, લોકો પોતપોતાના ઘરોમાં બંધ હતા. ત્યારે સુરત શહેરના ટોઇંગ ક્રેનના મીટર ચાલુ જ હતા.રસ્તા ઉપર આડેધડ પાર્ક કરેલી ગાડીઓને ઉપાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અગ્રવાલ એજન્સી ને કામગીરી સોંપવામાં આવી હતી.

લોક ડાઉન અને અનલોક દરમ્યાનના માત્ર ટોઇંગ ક્રેનના બંદોબસ્ત, પેટ્રોલિંગ ટોઇંગ અને એક ગોડાઉન માંથી બીજા ગોડાઉનમાં લઇ જવાની ખોટી એન્ટ્રી બતાવવામાં આવી હતી. માર્ચ, એપ્રિલ, મેં, જૂન, જુલાઈ, ઓગસ્ટ દરમ્યાન કુલ 90 લાખથી વધુનું પેમેન્ટ ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા અગ્રવાલ એજેન્સીને કરાયું હોવાનું મોટું કૌભાંડ હાલ સામે આવ્યું છે.

સુરત અડાજણ પાલ વિસ્તારના સંજય ઈઝાવાએ આ બાબતે માહિતી માંગતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. જેમાં તેમણે બે પોલીસ અધિકારી અને અગ્રવાલ એજન્સી સામે પગલાં લેવા માટે પોલીસ કમિશનર,ડિજીબી અને એસીબીને આ કૌભાંડ મામલે તપાસ માટે અરજી કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud