હોસ્પિટલમાં પાંચ વર્ષથી લેબ ટેક્નિશિયન નું કામ કરતી 45 વર્ષીય રમીક્ષા પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
રમીક્ષા પટેલ સવારની પાળીમાં આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી નોકરી કર્યા બાદ પોતાના સ્ટાફ ક્વાટર્સમાં પરત ફરી
સાસુને બીજા રૂમમાં મોકલી પોતે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
રમીક્ષા પટેલ રજા માંગવા જતા ડીને ખખડાવી કાઢી હતી - સુત્ર
સુરત. નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત ટેકનિશિયન તરીકે નોકરી કરતી 45 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર પોતાના સ્ટાફ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નવી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 હોસ્પિટલ ની બાજુમાં આવેલા સ્ટાફ ક્વાટર્સ આવેલા છે. રમીક્ષા પટેલ સવારની પાળીમાં આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી નોકરી કર્યા બાદ પોતાના સ્ટાફ ક્વાટર્સમાં પરત ફરી હતી. ત્યાર બાદ ચાર વાગ્યાના અરસામાં પોતાની સાસુને હોલમાં મોકલી દઈ રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સાસુને આ બાબતનો અણસાર આવી જતાં તેમણે બુમાબુમ કરી હતી. જે બાદ એક યુવક પાછળની બાલ્કનીમાં જઈને દરવાજો અંદરથી ઘુસ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં પાંચ વર્ષથી લેબ ટેક્નિશિયન નું કામ કરતી 45 વર્ષીય રમીક્ષા પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
રમીક્ષા પટેલનો પતિ નીપેશ હાડવૈદનું કામ કરે છે. રમીક્ષા અને તેના સાથી કર્મચારીઓ ગાંધીનગર નોકરી બાબતે ચર્ચા કરવા જવાના હતા. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ રમીક્ષા પટેલ રજા લેવા માટે ડીન પાસે ગઈ હતી. ત્યાં ડિને તેને ખખડાવી હતી.જોકે હજુ આપઘાતનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ નોકરી અને ઉપરીઓના ગેરવર્તનના કારણે કેટલાય કર્મચારીઓ આવી રીતે અંતિમ રસ્તો પસંદ કરતાં હોય છે. હાલ રમીક્ષાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.