સુરત. શહેરમાં આવેલું એરપોર્ટ બન્યું ત્યારથી જ સતત વિવાદોમાં રહ્યું છે.તેના બનવા થી માંડી તેના રખરખાવ સુધી નાની નાની બાબતો તેમજ 2014 ના વર્ષમાં સ્પાઇસ જેટ કમ્પનીના પેસેન્જર ભરેલા વિમાન સાથે એક ભેંસના ટકરાવ સુધી ની બાબતો એ જેતે સમયે ખુબ વિવાદ ઉભો કર્યો હતો. ત્યારે હાલ એરપોર્ટની આજુબાજુ આવેલી ઇમારતોએ દર પાંચ વર્ષે એક એનઓસી લેવાની હોય છે જે હજુ લેવામાં આવી નથી જે બાબતે હાલ કેગ રિપોર્ટ આવતા જ મોટું ભોપાળું સામે આવ્યું છે.

સુરતનું જમણ અને કાશી નું મરણ દેશભરમાં વખણાય છે. ત્યારે તેની સાથે સાથે સુરત હાલ વિશ્વમાં હીરા ઉદ્યોગ અને ટેકસટાઇલ ઉદ્યોગ માટે હબ બન્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા પ્લેન રોકો આંદોલન અને બીજા કેટલાય વિરોધો બાદ સુરત ઈરપોર્ટને ઇન્ટરનૅશન્લ ફ્લાઇટ મળતી થઇ.તેમજ કેન્દ્રમાં પી એમ મોદીની એનડીએ સરકાર આવ્યા બાદ સતત સુરતમાં ફ્લાઈટ ની ફ્રિકવેન્સી વધી છે. ઇન્ટરનેશનલ ફલાઇટ પણ મળી છે, જોકે કેગ નો રિપોર્ટ આવતા અનેક ભોપાળા બહાર આવ્યા છે,એક તરફ રન-વે મજબૂત કરવા માટે રૂ 64 કરોડ વેડફાયા છે,તો બીજી તરફ સુરક્ષા માટે સીઆઈએસએફનો બંદોબસ્ત મુકવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફંડ નહીં હોવાનું બહાનું બતાવવામાં આવે છે.

દર પાંચ વર્ષે કેગ દ્વારા દરેક સરકારી અને ખાનગી સંસ્થાઓની ઓડિટ કરતી હોય છે. ત્યારે આજુબાજુ આવેલી ઈમારતો ની દર પાંચ વર્ષે એનઓસી આપવાની હોય છે પરંતુ અત્યાર સુધી આવી કોઈપણ ઇમારતને એનઓસી આપવામાં આવી નથી ત્યારે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધી એનો સીન આપવા પાછળ કયા કારણો છે અને કોઈના ઈશારાથી 80 આપવામાં નથી આવી તે બાબતે હાલ આજનો એક રિપોર્ટ બહાર આવતા એક મોટા મામલે વિવાદ પડ્યો છે ત્યારે સુરત એરપોર્ટ ફરીથી એક નવા વિવાદમાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud