સુરતના ઇન્ડિયન ફેશન ડિઝાઈંનિંગના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે નિમિતે એક ખાસ ઉજવણી કરવામાં આવી
ટુરિઝમને ફરી પ્રોત્સાહન આપવાની સાથે સાથે લોકલ બિઝનેસને પ્રોમોટ કરવા માટે ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા
ફેશન ડિઝાઇનિંગના 7 જેટલા વિદ્યાર્થીઓએ 6 કલાકથી પણ વધુની મહેનત કરીને આ કૃતિ તૈયાર કરી
સુરત .આજે વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત એરપોર્ટ પર આ દિવસની ઉજવણી કંઈક અલગ રીતે જ કરવામાં આવી હતી અને એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને એક સંદેશો પણ આ ઉજવણી થકી આપવામાં આવ્યો હતો.
સુરત એરપોર્ટ પર આજે સુરતના ઇન્ડિયન ફેશન ડિઝાઈંનિંગના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે નિમિતે એક ખાસ ઉજવણી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર આજે વિદ્યાર્થીઓ દ્વારા ટુરિઝમ અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટેનો સંદેશો આપતી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી હતી. કોરોનાના કારણે માર્ચ મહિનાથી જ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન લગભગ છ મહિના માટે બંધ રહેતા મોટી અસર ટુરિઝમ પર પણ જોવા મળી હતી.
લોકડાઉન અને એ બાદ કોરોનાના કહેરને જોતા ફ્લાઇટ ઓપરેશન લગભગ બંધ અથવા મર્યાદિત રહ્યા હતા. ત્યારે આજે વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે સુરત એરપોર્ટ પર ટુરિઝમને ફરી પ્રોત્સાહન આપવાની સાથે સાથે લોકલ બિઝનેસને પ્રોમોટ કરવા માટે ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી હતી.
ફેશન ડિઝાઇનિંગના 7 જેટલા વિદ્યાર્થીઓએ 6 કલાકથી પણ વધુની મહેનત કરીને આ કૃતિ તૈયાર કરી હતી. જેમનો આશય ફક્ત એ જ હતો કે ટુરિઝમ અને વોકલ ફોર લોકલને સૌથી વધુ પ્રમોટ કરવામાં આવે. હવે સુરત એરપોર્ટ પર જ્યારે મુસાફરોની અવરજવર સામાન્ય થઈ રહી છે અને ફ્લાઇટ ઓપરેશન પણ ધીરે ધીરે પૂર્વવત થઈ રહ્યા છે ત્યારે હજી લોકો કોવિડ ગાઈડલાઈનનો અમલ કરીને વધુમાં વધુ ટ્રાવેલ કરે અને એ સાથે ટુરિઝમ તેમજ લોકલ બિઝનેસને પ્રોત્સાહન આપે અને અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડે તેવો એક સંદેશો આજના દિવસે આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.