• પેટા ચુંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે તેવા સમયે કોંગ્રેસ દ્વારા સ્ટીંગ ઓપરેશન જાહેર કરવામાં આવ્યું છે
  • કોંગી પ્રમુખે ભાજપ પર પૈસા આપીને ધારાસભ્ય ખરીદવાનો લગાડ્યો આરોપ
  • ભાજપ પ્રમુખે આક્ષેપોને રદ્દીઓ આપીને માફી માંગવા સલાહ આપી હતી

સુરત. પેટાચુંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સ્ટીંગ ઓપરેશનનો વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ દ્વારા પૈસાના જોરે ધારાસભ્યો ખરીદમાં આવતા હોવાનું પાર્ટી પ્રમુખે જણાવ્યું હતું. કોંગ્રેસના આરોપોને ભાજપના પ્રમુખે રદ્દીયો આપી માફી માંગવા જણાવ્યું હતું.

3 નવેમ્બરે ગુજરાત રાજ્યની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસના નેતાઓને ખરીદવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજી આ પત્રકાર પરિષદમાં સ્ટિંગ ઓપરેશન ના વિડીયો પણ જાહેર કર્યા છે. અને સાથે જ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભાજપના ઉપાધ્યક્ષ સી.આર.પાટીલ અને અમિત શાહને મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરી છે.

તમામ આક્ષેપોનું ખંડન કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો માટે કોંગ્રેશને માફી માંગવા જણાવ્યું હતું

કોંગ્રેસના અધયક્ષએ બેજવાબદાર બની સી આર પાટીલ ઉપર જે આક્ષેપો કર્યા છે તેના વિશે જાહેરમાં માફી માંગવાની વાત કરી હતી તેમજ જણાવ્યું હતું કે સોમાભાઈએ 15 મી માર્ચના દિવસે રાજીનામું આપ્યું હતું અને તેમણે જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સંભાળ્યો હતો.તેમજ ક્યારેય આવી કોઇ સોદાબાજી કે ખરીદ વેચાણ થયા નથી અને આ બાબતે તેમણે પોતાની ઉપર લગાવેલ આક્ષેપો અને વિડીયો બાબતે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ તમામ વીડિયોની અંદર ક્યાંય સોમાભાઈ જોવાતા નથી તેમજ પોતાનો ક્યાંય થયેલો નથી.

ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપના એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોતા કહી શકાય આ પ્રતિનિધિઓ ભવિષ્યમાં પ્રજાની ભાગો સંભાળવાના છે તે કઈ રીતે સતત બનીને લોકોની સેવા કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud