• સુરતમાં પોશ વિસ્તારોમાં માલેતુજાર પરિવારના નબીરાઓ બેફામ બની જાહેર રસ્તાઓ પર રેસ લગાડતા જોવા મળે છે
  • જાતેજરમાં ડુમસ રોડ પર રેસ દરમિયાન રસ્તો ક્રોસ કરી રહેલા બે યુવાનોએ કારની અડફેટે આવીને પોતાનો જીવ ગુમાવ્યો
  • રેસ કરનાર કાર ચાલકે પોતાના ઘરે જાણ કર્યા વિના ગકારની નંબર પ્લેટ બદલી નાંખી હતી

સુરત. પોશ વિસ્તારોમાં રાત પડતાની સાથે માલેતુજાર પરિવારના નબીરા પોતાની લક્ઝૂરિયસ કાર લઇને રેસ લગાવતા હોય છે. અને રેસ દરમિયાન અકસ્માતની ઘટનાઓ થતી હોય છે. આવા અનેક બનાવોમાં બન્યા છે.સુરતના પીપલોદ વિસ્તારમાં બનેલી આવી જ એક હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે કારચાલક પ્રણવની ધરપકડ કરી લીધી છે.

સુરતના પીપલોદ ડુમસ રોડ પર એક ગાડી બેફામ ગતિએ ડુમસ રોડ પરથી આવી પીપલોદ તરફ જઈ રહી હતી, ત્યારે હોટલમાં કામ કરતા બે યુવાનો રસ્તો ક્રોસ કરતા હતા. તે સમયે 33 વર્ષીય પ્રણવ પટેલ નામના યુવાને તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું હતું. જોકે આ બનાવમાં યુવાનો પોતાની હોટલ ની નોકરી પતાવી ઘરે જઇ રહ્યા હતા. જ્યારે પુરપાટ ઝડપે રેસરની જેમ ગાડી હાંકનાર પ્રણવ ક્રિકેટ રમીને પરત ફરી રહ્યો હતો. તે પહેલાં તેણે હરિઓમ બંગલોઝમાં મિત્રો સાથે પાર્ટી પણ કરી હોવાની વાત સામે આવી રહી છે.

બનાવની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર દોડી ગઇ હતી. આ મામલે ગુનો નોંધી નજીકના સીસીટીવી ની મદદથી ગાડી ચાલકની શૉધ શરુ કરી હતી. ઘટના સમયે જે સાઈડ ગ્લાસ તૂટેલો હતો તેના પરથી ઉમરા પોલીસે પ્રણવનો પત્તો લગાવ્યો હતો.

અકસ્માત બાદ પ્રણવે પોતાના પરિવારને પણ તેની જાણ કરી ન હતી. એટલું જ નહીં અકસ્માત બાદ તેણે ગાડીની નંબર પ્લેટ પણ કાઢી નાંખી હતી. હવે આ કેસમાં પ્રણવની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પ્રણવે અકસ્માત પહેલા દારૂની પાર્ટી કરી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આ કેસમાં કલમ 304 મુજબનો ગુનો નોંધાઇ શકે છે, જેમાં આજીવન કેદ અથવા 10 વર્ષની સજા પણ થઈ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !