સુરત. એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ કોરોના વોરિયર્સ તરીકે જાણીતા ડો. સંકેત આજે છેલ્લાં 100 દિવસ જીવન મરણ વચ્ચે જુલી રહ્યા હતા. જોકે લાંબી સારવાર બાદ પોતાના ઘરે પરત ફરતા પરિવાર સાથે સોસાયટીના લોકોએ તેમને ઉત્સવ ની જેમ આવકાર્યા હતા.

સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ ડો.સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા. અને તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ કોરોના વોરિયર્સ તરીકે જાણીતા ડો. સંકેત આજે છેલ્લાં લાંબા દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા છે. જોકે, તેમના ફેફસા ટ્રાન્સપ્લાન્ટકરવાનો ખર્ચ 1 કરોડ સામે માત્ર 35 લાખ એક્ઠા કરવામાં આવ્યા છે. આ કોરોના વોરિયર્સ છેલ્લા 100 દિવસ જેટલી લાંબી સારવાર બાદ મોતના મુખમાંથી પરત ફર્યા છે. જોકે તેમની તબિયત બગડતા તેમને સારવાર માટે ચેન્નાઇ લઇ જવામાં આવ્યા હતા. આ તબીબ નો સારવાર નો ખર્ચ વધુ હોવાંથી લોકો સાથે સરકાર દ્વારા પણ તેમને મદદ કરવામાં આવી હતી.

સતત કોરોના દર્દી વધી રહિયા હતા અને દર્દી સારવાર દરમિયાન આ તબીબ સંક્રમિત થયા હતા. જોકે આ તબીબ ની મદદ એ સુરત અને બીજા કેટલાક તબીબો પણ સામે આવ્યા હતા. કોરોના બાદ તેઓને લંગ્સ ફાઇબ્રોસિસ થતા પહેલાં વેન્ટીલેટર પર હતા. પછી ઇક્મોનો સપોર્ટ અપાયો એટલે કે આર્ટિફિશિયલ લંગ્સની સપોર્ટ સિસ્ટમ રાખવામાં આવ્યા હતા. ફાઇબ્રોસિસના લીધે ફેફસા કડક થાય છે. સામાન્ય વ્યક્તિમાં શ્વાસ લેવાથી ફેફસા 300થી 500ની સિસ્મટ વચ્ચે ફુલે છે. ડો. સંકેતના હાલ 40 સુધી જ ફુલતાં હતા. એક તબક્કે આ તબીબ ને . ફેફસા ટ્રાન્સપ્લાન્ટ નોબત આવી હતી અને સુવિધા મુંબઇ અને ચેન્નાઇમાં હતી જેથી ચેન્નાઇ લઈ ગયા હતા. 100 દિવસ બાદ સફળતા ધરે પર ફરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud