સુરત. પરમ હોસ્પિટલમાં માં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો દાખલો આજે સામે આવ્યો હતો. ડીંડોલી ખાતે રહેતા 60 વર્ષીય દશરથભાઈ પટેલ નામના દર્દીને 25 ઓગષ્ટના રોજ હાથ પગ ના દુખાવાની ફરિયાદ ઉઠી હતી અને તે પછી તેઓ ખાનગી હોસ્પિટલમાં મણકા સ્પેશ્યાલિસ્ટ ડોકટરને બતાવી ગયા હતા.

ખાનગી હોસ્પિટલના ડોક્ટરને બતાવ્યા પછી ડોક્ટર મૌલિક પટેલે તેમને મણકાનું ઓપરેશન કરવા જણાવ્યું હતું. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મૌલીક પટેલે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ સાત કલાક સુધી આ દર્દીનું ઓપરેશન કર્યું હતું.

પરંતુ ઓપરેશન કર્યા બાદ દર્દીના હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા ગરદનના દુખાવાની તકલીફ થતા તેઓ ફરી ડોક્ટર પાસે ગયા હતા. ઓપરેશન બાદ રજા લીધાના સાતમા દિવસે જ ગરદન પાસે મુકેલા ઘા માંથી પરું નીકળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે ડ્રેસિંગ કરીને દવા લખી આપી હતી અને કશું નથી થયું તેવું કહીને દર્દી ને રજા આપી દીધી હતી.

છતાં દર્દીને સારું ન થતા તેમને અન્ય સર્જનને બતાવ્યું હતું જ્યાં સીટી સ્કેન કરાવતા ડોક્ટરની લાપરવાહી સામે આવી હતી. અને ઓપરેશન કરનાર મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મૌલીક પટેલ ની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો. દર્દીના ગળાના ભાગેથી રૂ સાથે કોટન ના રેસા પણ બહાર આવતાં જોઈને સર્જન ડોક્ટર પણ ચોંકી ગયા હતા.

ઓપરેશન કરનાર ડોક્ટર મૌલિક પટેલ દર્દીનાં ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા તે વીડિયોમાં દેખાઇ રહ્યું છે. આખી ઘટના બહાર આવ્યા બાદ દર્દીના પરિવારજનો એ 9 ઓક્ટોબરે અઠવા પોલીસ સ્ટેશનમાં ડોકટરની બેદરકારી સામે ફરિયાદ નોંધાવી છે. વકીલ મારફતે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાલ દર્દી પેરાલીસીસની સ્થિતિમાં આવી ગયા છે. તેઓ ન તો કશું ખાઈ શકે છે, ન તો હરી ફરી શકે છે. પરિવારજનો બેદરકાર તબીબ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !