ગુજરાતના પ્રમુખ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત માં ડ્રગ્સના બંધાણીઓ, યુવાનોમાં વધારે ક્રેઝ
એમ.ડી. સિન્થેટીક ડ્રગની કેટેગરીમાં આવે છે, ગણતરીની સેકંડોમાં હાઇ આપી શકે
હાઇ પ્રોફાઇલ લોકો એમ.ડી ડ્રગના બંધાણીઓમાં અગ્રેસર,
ડ્રગ કેસમાં તપાસનો રેલો હાલ અનેક બોલીવુડના જાણીતા સ્ટાર સુધી આવી પહોંચ્યો છે.
ડુમસ વિસ્તારમાં એમ.ડી. ડ્રગ્સની ડીલીવરી આપવા જતા ઇસમની ધરપકડ કરાઇ
સુરત. બોલીવુડમાં ઉડતા પંજાબ નામની ફિલ્મ બની હતી. જેમાં પંજાબમાં ડ્રગ્સના દુષણને સચિત્ર ઉજાગર કરવામાં આવ્યું હતું. ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મોટી સંખ્યામાં એમ.ડી ડ્રગ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવી રહ્યું છે. જેને લઇને આગામી સમયમાં ઉડતા ગુજરાત નામથી ફિલ્મ બને તો નવાઇ નહિ. મંગળવારે સાંજે સુરતમાંથી અંદાજે રૂ. 1 કરોડનું એમ.ડી ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. અગાઉ રાજ્યમાંથી અમદાવાદ, કચ્છ ખાતેછી કરોડો રૂપિયાના વિવિધ પ્રકારનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.
સુશાંત સિંહની આત્મહત્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી અને તેના ભાઇનું ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું હતું. રીયા ચક્રવર્તીની ઘરપકડ બાદ બોલીવુડની અનેક નામી હસ્તીઓ સુધી ડ્રગ્સ લેવા મામલે રેલો પહોંચ્યો છે. દરમિયાન ગુજરાતમાં પણ અનેક શહેરોમાંથી મોટી માત્રમાં ડ્રગ્સ પકડી પાડવામાં પોલીસ તંત્રને સફળતા મળી હતી. મંગળવારે સુરતના સપ્લાયર પાસેથી અંદાજીત રૂ. 1 કરોડનું મુલ્ય ધરાવતા એમ.ડી ડ્રગ પકડી પાડવામાં આવ્યું હતું. શહેર ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના માલની ડિલીવરી આપવા જતા ઇસમને પકડી પાડ્યો હતો. તેની પાસેથી અંદાજે રૂ. 1 કરોડનું એમ.ડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે વિશેષ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું જેમાં પોલીસને સફળતા મળી છે. આજનું યુવાધન ખાસ કરીને કોલેજીયન યુવાનો નશામાં સપડાઈ રહ્યા છે. ત્યારે તેઓને આ લતથી દૂર રાખવા માટે પોલીસે આ વિશેષ ઝુંબેશ ચલાવી હતી
પોલીસે ચલાવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં આ આરોપીઓ ઝડપાયા છે. અગાઉ પણ ઉધના વિસ્તારમાં ખટોદરા પોલીસે 1 લાખના ડ્રગ્સ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. અને હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડુમસ વિસ્તારમાં એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે આ યુવાન ઝડપાયા બાદ તેની પાસેથી MD ડ્રગ્સનો મોટા પ્રમાણ જથ્થો મળી આવ્યો હતો. તેનીઅંદાજીત રકમ 1 કરોડ કરતા વધુની થાય છે.
ડ્રગ્સ સપ્લાય કરતા મેઇન ડિલર સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કરાયા
એક શહેરમાં ડ્રગ્સ સાથે યુવાનો પકડાવાના સિલસીલા બાદ હવે પોલીસને આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળે તેવી સંભાવના છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવે છે, કેવી રીતે સુરતમાં પહોંચાડવામાં આવે છે, સુરતમાં તેના ડિલરો કોણ છે તે તમામ બાબતોની તપાસ કરીને પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચે તેવી શકયતા છે.
દારૂ કરતા ડ્રગ્સના નશાની ફેશન
ગુજરાતમાં દારૂના નશાની જગ્યાએ ડ્રગ્સનો નશો કરવાની એક ફેશન ચાલી રહી છે. જેમાં સમાજના પ્રતિષ્ઠિત અને સાધનસંપન્ન લોકો સિન્થેટીક ડ્ર્ગના બંધાણી હોય છે. લોકોથી કંઇક હોવાની ઓળખ ઉભી કરવા માટે પણ યુવાનો સિન્થેટીક ડ્રગ્સ લેતા પણ ખચકાતા નથી. યુવાનીના જોશમાં ડ્રગ્સ લીધા બાદ પાછલી ઉંમરમાં તેની શારીરીક ગંભીર અસર પડતી હોય છે. જેવી રીતે અલગ અલગ શહેરોમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, તેમ જોતા લાગે છે કે ગુજરાતમાં તેના ખરીદારોની સંખ્યા વધુ પ્રમાણમાં છે.