• લોકડાઉનમાં સોશિયલ મિડીયા પર વાઇરલ વિડીયોમાં નેચરલ લવર સાથે પહેલી વખત બાંમ્બુની સાયકલ જોઇ હતી.
  • વિડીયોથી પ્રેરાઇને યુવકે બે મહેનાની મહેનત બાદ બામ્બુની સાયકલ બનાવી
  • સામાન્ય સાયકલથી વજનમાં હલ્કી પરંતુ ભાવમાં મોંઘી બામ્બુ સાયકલ

સુરત. સુધી તમે સ્ટીલ અથવા તો એલોયથી બનેલી બાઇસીકલ જોઈ હશે કે ચલાવી હશે. પરંતુ શું તમે ક્યારેય બામ્બુ એટલે કે વાંસમાંથી બનાવેલી સાઇકલ જોઈ છે ? સુરતમાં 17 વર્ષની ઉંમર ધરાવતા અને બારમા ધોરણમાં અભ્યાસ કરતા કુશ જરીવાળા નામના વિદ્યાર્થીએ વાંસની સાયકલ તૈયાર કરી છે. પચાસ હજારના ખર્ચે બે મહિનાના સમયમાં વાંસમાંથી આ સાયકલ બનાવવામાં આવી છે.

લોકડાઉન દરમ્યાન કુશે સોશિયલ મીડિયા પર નેચર લવરનો એક વ્યક્તિનો વાયરલ વિડીયો જોયો હતો. વિડીયોમાં વાંસની સાયકલ જોવા મળી હતી. એ જોઈને ભારતના લોકો પણ સાયકલ વિશે જાણી શકે અને ઇકો ફ્રેન્ડલી સાયકલ તરફ વળે તેવા વિચાર સાથે કુશ જરીવાલાએ આ સાયકલ તૈયાર કરવાનો વિચાર કર્યો હતો . ત્યાર બાદ કુશે સ્વદેશમાં બામ્બુની સાયકલ બનાવવાનો નિર્ણય લીધો હતો. સાયકલ બનાવવા અંગે ખુબ જ અભ્યાસ કર્યા બાદ બે મહિને કુશને બામ્બુમાંથી સાયકલ બનાવવામાં સફળતા મળી હતી. એક સાયકલ બનાવવા પાછળ રૂ. 50 હજારનો ખર્ચ થયો હતો.

કેવી રીતે બામ્બુ સાયકલ બનાવવામાં આવી, જાણો

સાયકલ બનાવતા પહેલા કુશ જરીવાળાએ વિડીયો જોઈને એક મહિના સુધી સાયકલ માટે રિસર્ચ કર્યું હતું. આ સાયકલમાં મહારાષ્ટ્રથી મંગાવવામાં આવેલા ડેન્ડોકોલમ સ્ટોકસી બામ્બુ નો ઉપયોગ થયો છે. આ માટે કુશ જરીવાળાના પિતાએ પણ તેને ખૂબ સપોર્ટ પૂરો પાડ્યો હતો. કુશ હજી 12માં ધોરણમાં અભ્યાસ કરે છે. પણ ભવિષ્યમાં તે હજી આવા ઇનોવેટિવ કામ પર ધ્યાન આપવા માંગે છે, જેથી તે માટે પણ પોતાના સંતાનને પૂરતો સહકાર આપવા તેના પિતા તૈયાર છે. આમ, લોકડાઉનના સમયમાં પણ નાની ઉંમરે મોટી સિદ્ધિ કુશ જરીવાળાએ મેળવીને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

વાંસથીથી બનેલી સાયકલની ખાસિયતો-

  • આ સાયકલમાં સાત બામ્બુનો ઉપયોગ કરાયો છે. બામ્બુને સુતરની દોરીથી એકબીજા સાથે બાંધીને ગ્લુથી જોઈન્ટ કર્યા છે.
  • બામ્બુની સાયકલ બનાવવી ખુબ જ અઘરી હતી. કારણકે બામ્બુને કટ કરીને તેને ગોઠવવાનું કામ બહુ અઘરું છે.
  • ગુજરાતમાં કોઈ જગ્યાએ આવા બામ્બુ મળતા નથી. તેથી મહારાષ્ટ્ર થી આ બામ્બુ મંગાવવામાં આવ્યા હતા. આ સાયકલ 100 કિલો સુધીનું વજન ઊંચકી શકે છે.
  • સામાન્ય સાઇકલ કરતા ત્રણ કિલો હલકી હોય છે. બામ્બુ પર પોલીયુરેથીન કોટિંગને કારણે સાયકલ વોટર પ્રુફ બની જાય છે.
  • બામ્બુ સાયકલ ની જે ફ્રેમ હોય છે તે અઢી કિલોની છે. બામ્બુની અંદર જે ફાઇબર રહેલું છે. તે રોડના ખાડા ને એબ્સોર્બ કરી લે છે. જેથી સાઇકલ રાઈડ ખૂબ જ સરળ બની જાય છે. અને સાયકલ સવારને સરળ સવારી મળી રહે છે. સાયકલ માં આગળ નું ટોપટ્યુબ, સીટ ટ્યુબ અને બોટમ ટ્યુબ એ ત્રણ અને પાછળ બીજી ચાર ટ્યુબ આમ કુલ 7 ટ્યુબ બામ્બુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud