એક સાથે 53,029 આંગણવાડીઓ માં 10-10 બહેનો ભેગા થઈ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે 5,30,290 બહેનો WHOની ગાઈડ લાઈન મુજબ હેન્ડ વોશ કરી "સ્વચ્છ ભારત" ના નિર્માણ માં પોતાનું યોગદાન આપશે
નોખા કાર્યક્રમનું આયોજન સુરતની ગ્રામ્ય વિકાસ માટે કામ કરતી સંસ્થા શક્તિ ફાઉન્ડેશન અને ગુજરાતના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સયુંકત રૂપે કરાયુ
દરેક આંગણવાડીમાં10-10 મહિલાઓ ને એકઠા કરી એમને હાથ ધોવાની સાચી પદ્ધતિ શીખવાડીએ અને તેઓ પોતાના પરિવારજનો અને બાળકોને આ પદ્ધતિ શીખવાડે તો અમારો મેસેજ સીધા ૨૫ લાખ સુધી જાય!
સુરત. ગાંધી જયંતિના રોજ ગુજરાતના ખૂણે ખૂણેથી નારી શક્તિ " સ્વસ્થ ગુજરાત - સ્વચ્છ ગુજરાત" નો મેસેજ આપશે. શક્તિ ફાઉન્ડેશન અને મહિલા બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે થનાર આ કાર્યક્રમ કોરોના સમયમાં ગુજરાતની કટી બદ્ધતા પુરવાર કરે છે.
એક સાથે 53,029 આંગણવાડીઓમાં 10-10 બહેનો ભેગા થઈ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે 5,30,290 બહેનો WHOની ગાઈડ લાઈન મુજબ હેન્ડ વોશ કરી "સ્વચ્છ ભારત" ના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે. આ તમામ બહેનોને શક્તિ ફાઉન્ડેશન તરફથી માસ્ક, સાબુ અને સેનીતરિ પેડ્સ સાથે હાઈજીન કીટ આપવામાં આવશે. આ અનોખા કાર્યક્રમનું આયોજન સુરતની ગ્રામ્ય વિકાસ માટે કામ કરતી સંસ્થા શક્તિ ફાઉન્ડેશન અને ગુજરાતના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સયુંકત રૂપે કરવામાં આવી રહ્યું છે.
આ દિવસે ગુજરાત રાજ્યની તમામ 53,029 આંગણવાડીઓમાં 10 મહિલાઓ એકઠી થશે. આમ, કુલ 5,50,290 મહિલાઓ એકઠી થઈને 20 સેકંડ સુધી who (વર્લ્ડ હેલ્થ ઓર્ગે નાઈઝેશન)ની ગાઇડલાઈન મુજબ સાબુથી હાથ ધોઈને એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ સાથે જ આ તમામ બહેનોને શક્તિ ફાઉન્ડેશન તરફથી સાબુ, સેનિતરિ પેડ અને માસ્ક સાથેની એક હાઈ જીન કીટ આપવામાં આવશે. એટલું જ નહિ, આ તમામ બહેનોને સ્વચ્છ ભારતના અભિયાનમાં સહયોગ આપવા માટે એક સર્ટી ફીકેટ પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમ વિશે વાત કરતા શક્તિ ફાઉન્ડેશનના ડો. સોનલ રોચાણી એ જણાવ્યું કે, " આપણા દેશમાં હજી પણ સ્વચ્છતા વિશે લોકો જેટલી જાગૃતિ હોવી જોઈએ એટલી નથી. ખાસ કરીને હાથ ધોવા બાબતે. એટલે જ અમે મહિલાઓને સાથે રાખીને આ કાર્યક્રમના આયોજન વિશે વિચાર્યું. દરેક આંગણવાડીમાં 10-10 મહિલાઓને એકઠા કરી એમને હાથ ધોવાની સાચી પદ્ધતિ શીખવાડીએ અને તેઓ પોતાના પરિવારજનો અને બાળકોને આ પદ્ધતિ શીખવાડે તો અમારો મેસેજ સીધા 25 લાખ સુધી જાય! અને આ 5,30,290 બહેનો ઓછામાં ઓછી બીજી 10 લાખ બહેનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી શકે છે. એટલે આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ લાંબા ગાળાના પરિણામ સાથે સંકળાયેલો છે"