• સોનાના વરખ વાળી ઘારીની પ્રતિકિલો કિંમત રૂ. 11 હજાર 
  • ચંદની પડવાના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાનું ભુસુ અને ધારી ખાય છે
  • મિઠાઇની દુકાનવાળાએ ચંદની પડવા માટે ખાસ સોનાની વરખ વાળી ધારી બનાવી
  • ડાયમંડ સિટીમાં સ્ટેટસ ધરાવતા લોકો સોનાના વરખની ઘારી માટે સંભવિત ગ્રાહકો

સુરત. દિપાવલી પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. તેવા સમયે સુરતના એક મીઠાઇવાળાએ શુદ્ધ ઘી અને ડ્રાયફ્રુટથી બનેલી સોનાનો વરખવાળી ઘારી બનાવી છે. ઘારીના કિંંમત પ્રતિ કિલો રૂ. 11 હજાર છે. મોંઘેરી મિઠાઇ માટે ડાયમંડ સિટીના આર્થિક સદ્ધર લોકો તરફથી ઇન્કવાયરી આવવાનું શરૂ થઇ ગયું છે.

વિશ્વભરમાં કોરોના મહામારીએ લાખો લોકોના જીવને ભરડામાં લીધો છે. હાલ ઠપ્પ થઈ ગયેલું જીવન માંડ-માંડ થાળે પડી રહ્યું છે. કાંદા અને બટાકાના ભાવ હાલમાં આસમાને જતા સામાન્ય લોકો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હાલ તહેવારોની સિઝન પણ જામી છે. દેશભરમાં સુરતીઓ ખાણીપીણીના શોખીન મનાય છે. દર વર્ષે ચંદની પડવાના દિવસે સુરતીઓ કરોડો રૂપિયાનું ભુસુ અને ઘારી પેટમાં નાખતા હોય છે.

સુરતની ઘારી વિદેશોમાં પણ વખણાય છે. અત્યારે હાલ સામાન્ય બનેલું જનજીવન અને લોકોના ખિસ્સા કંગાળ અવસ્થા છે. તેમ છત્તા આ વર્ષે ચંદની પડવા નિમિત્તે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા મીઠાઈ ની દુકાન ધરાવતા એક દુકાનમાલિકે ચંદી પડવા માટે ખાસ સોનાની વરખ વાળી ધારી બનાવી છે.

સામાન્ય માણસ માટે તો આ ઘારી ખાવી એક સપના સમાન છે. પ્યોર ઘી અને ડ્રાયફ્રુટ થી બનેલી તેમજ તેના ઉપર સોનાની વરખ વાળી ઘારીની કિંમત એક કિલોના રૂપિયા 11 હજાર જેટલી છે. જોકે કહેવાય છે, કે સોનુ ને શરીર માટે સારું છે. પરંતુ એક સામાન્ય માણસ આ ઘારીને માત્ર જોઈને સંતોષ માણશે અને કોરોના કાળ માં એટલો ઊંચો ભાવ હોવાથી ઘારી લેવા માટે કોણ આવશે તે જોવું રહ્યું. જોકે મીઠાઈ વિક્રેતાનું કહેવું છે કે સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોટા માથાઓ સોનાની વરખ વાળી ઘારી માટે હાલ ઇન્કવાયરી કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud