સુરત. બાંગ્લાદેશથી સગીર વયની કિશોરીનું અપહરણ કરી સુરત લાવી દેહ- વેપાર ના ધંધામાં ધકેલી દેનાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મૂળ બાંગ્લાદેશ નો વતની છે અને કિશોરીને સારા કપડા તેમજ મોબાઈલ અપાવવાની લાલચ છે અપહરણ કરી ભારત લઈ આવ્યો હતો, જે બાદ બેંગ્લોર ખાતે ના શખ્સને રૂપિયા 50 હજારમાં કિશોરીને વેચી દેવામાં આવી હતી. દમાં કિશોરીને દેહ -વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી.
ઓગસ્ટ મહિનામાં સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ભીમરાડ ખાતેના ઇન્ફીનિટી કોમ્પ્લેક્ષમાં ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે ચાલતા સ્પા માં છાપો મારી હ્યુમન ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. બાંગ્લાદેશ થી અપહરણ કરી લવાયેલી સગીર વયની કિશોરી પાસે સ્પામાં દેહ - વેપાર નો ધંધો કરાવવામાં આવતો હતો.જ્યાં કિશોરીને બાંગ્લાદેશ માં તેણીના જ પાડોશમાં રહેતો મોહસીન નામનો શખ્સ ભારત લઈ આવ્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી હતી. મોહસીન નામના સખ્સે લગ્ન ની લાલચ આપી સારા કપડાં તેમજ મોબાઈલ અપાવવાની લાલચ કિશોરી ને આપી હતી.જે બાદ તેણીનું અપહરણ કરી બાંગ્લાદેશ થી ભારત લઈ આવ્યો હતો.
જ્યાં બેંગ્લોર ખાતેના મિલન નામના શખ્સને રૂપિયા 50 હજારમાં વેચી દેવામાં આવી હતી.આમ એકબાદ એક આરોપીઓએ કિશોરી નું શારીરિક યૌન શોષણ કરી દેહ - વેપાર ના ધંધામાં ધકેલી દીધી હતી.પોલીસ આ કેસમાં અગાઉ અનેક આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.જો કે મોહસીન. બાંગ્લાદેશ ભાગી ગયો હોય તેની ધરપકડ બાકી હતી.આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે આરોપી મોહસીન ને મુંબઇ ખાતેથી ઝડપી પાડ્યો હતો
.આરોપી બાંગલાદેશ થી મુંબઈ આવ્યો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની એક ટિમ મુંબઈ ગઈ હતી.સુરત પોલીસની તપાસમાં મોહસીન પાસેથી એક ભારતીય આધારકાર્ડ મળી આવ્યો હતો.જ્યાં આરોપી બાંગ્લાદેશી હોવા છતાં કઈ રીતે ભારતીય આધારકાર્ડ મેળવ્યો તે હવે પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.આ સાથે મોહસીને બાંગ્લાદેશી યુવતી જોડે જ લગ્ન કર્યા હતા અને પોતાની પત્નીને પણ દેહ - વેપાર ન ધંધામાં ધકેલી કમાણી કરતો હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.જો કે હાલ તો સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..