• ગત રોજ ભરૂચ પોલીસ દ્વારા ટોલનાકા પાસેથી કારમાંથી રૂ. 25 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા
  • કાર ચાલકની પુછપરછ દરમિયાન પૈસા સુરતના બિલ્ડરે કરજણ વિધાનસભાના કોંગી ઉમેદવાર માટે મોકલ્યા હોવાનું જણાવ્યું
  • સુરત પોલીસે બિલ્ડરને ત્યાં તપાસ કરતા રૂ. 30 લાખ રોકડા મળી આવ્યા

સુરત. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના ટાણે જ મતદાતાઓને ખરીદવા માટે અને અનેક પ્રકારના પ્રલોભનો અને લાલચ આપીને પોતાની તરફ વાળવાના પ્રયાસો થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાઇવે પર ટોલનાકા પાસે કારમાંથી ભરૂચ પોલીસે રોકડા રૂપિયા 25 લાખ જપ્ત કર્યા હતા. રૂપિયા કરજણના કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સુરતના એક બિલ્ડરે મોકલ્યા હોવાની કબૂલાત કારમાં હાજર શખ્સોએ કરી હતી. ઘટનાના બીજા દિવસે સુરતના બિલ્ડર જયંતિ સુહાગીયાને ત્યાં તપાસમાં સુરત પોલીસે વધુ રૂ. 30 લાખ જપ્ત કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. અને સ્ટાર પ્રચારકો દિવસ – રાત સભા ગજવી રહ્યા છે. ગત રોજ હાઇવે પર ટોલનાકા પાસે એક બ્રેઝા કારમાંથી ભરૂચ પોલીસે રોકડા રૂપિયા 25 લાખ જપ્ત કર્યા હતા. કારમાં આવેલા શખ્સોની પુછપરછ દરમિયાન કરજણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાને જીતાડવા માટે સુરતના બિલ્ડર જયંતિ સુહાગિયાએ આ રકમ પહોંચતી કરવા માટે મોકલી હોવાનું સામે આવ્યું હતું.

પૈસાની હેરફેર કરી રહેલા શખ્સો પકડાઇ ગયા બાદ રુપિયાની હેરફેરની તપાસના તાપ સુરત સુધી લંબાવવામાં આવ્યા હતા. સુરત પોલીસે સરથાણા સ્થિત જયંતિ સુહાગા બિલ્ડરની ઓફિસમાં તપાસ કરી હતી. બિલ્ડરને ત્યાંથી પોલીસને રૂપિયા 30 લાખ મળ્યા હતા. લાખોની સંખ્યામાં કેશ મળવા મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. મતદાન દિવસ નજીક આવતા જ ઉમેદવારો મતદારોને પોતાની તરફ ખેંચવા માટે અવનવા કિમીયાઓ અપનાવતા હોય છે. પરંતુ પોલીસની સતર્કતાને કારણે મસમોટી રોકડ રકમ પકડી પાડવામાં સફળતા મળી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud