એક્ટીવીસ્ટે આરટીઆઇ મારફતે પુરાવા એકઠા કરી ઉચ્ચ સ્તરે રજુઆત કરી
અગાઉ અનેક વખત રેમડીસીવીર અને ટોસીલીઝુમેબ ઇન્જેક્શન આપવામાં ભ્રષ્ટાચાર સામે આવી ચુક્યો છે.
રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 4800 થી લઈ 6000 સુધીની છે. સિવિલમાં 4800 ની એમારપી વાળા ઇન્જેક્શનના 5400 રૂપિયા લેવાયા હોવાના પુરાવા રજૂ કરાયા
સુરત. શહેરમાં ફરી એકવાર ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલના નામે ઇન્જેક્શનનો ભ્રષ્ટાચાર ફરી થતા સુરતના જાગૃત નાગરિક તૃષાર મેપાણીએ પુરાવા સાથે તેનો પર્દાફાશ કર્યો છે અને આરોગ્યમંત્રીને પણ ફરિયાદ કરી છે .
રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેકશનની કાળાબજારી હજી અટકવાનું નામ નથી લઈ રહી. અગાઉની જેમ ફરી એકવાર ખાનગી હોસ્પિટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના નામે ઇન્જેકશનની ભ્રષ્ટાચારી સામે આવી છે.
સુરતના જાગૃત નાગરિક તુષાર મેપાણીએ પુરાવા સાથે ખુલ્લી પાડી છે. જેમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનની કિંમત 31,000 થી લઈ 58,000 છે જ્યારે રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 4800 થી લઈ 6000 સુધીની છે. સિવિલમાં 4800 ની એમારપી વાળા ઇન્જેક્શનના 5400 રૂપિયા લેવાયા હોવાના પુરાવા રજૂ કરાયા છે. સાથે જ RTI અને ઇન્જેક્શનના બિલ સાથે તૃષાર મેવાણીએ આરોગ્ય મંત્રીને પણ તેમનું ધ્યાન દોરવા માટે ફરિયાદ કરી છે.
તૃષાર મેપાણીએ જણાવ્યું કે, મેં આરટીઆઈ દ્વારા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ પાસેથી ઇન્જેક્શન ના સ્ટોક અને તારીખ વિશે માહિતી મેળવી હતી. સાથે જ ખાનગી હોસ્પિટલો અને ઇન્ડોર દર્દીઓને કેટલા ઇન્જેક્શન આપ્યાની પણ માહિતી મેળવી છે. જેના પુરાવા સાથે મેં આરોગ્યમંત્રી કુમાર કાનણીને ફરીયાદ કરી છે અને તેઓને સખત પગલા લેવા જણાવ્યું છે.