વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ
ઘટનાની રાત્રે 1.30 કલાકે એડા જ્યારે વનિડા સાથે તેના રૂમમાં હતી ત્યારે લાઇન એપ્લિકેશન પરથી મગદલ્લા વિસ્તારમાં રહેતા સ્પાના મેનેજર ચેતનને વીડિયો કોલ કર્યો હતો
વનિડા એડા સાથે બેસી વોડકા પીધી હતી
સુરત. મગદલ્લા વિસ્તારમાં ગત રવિવારના રોજ થાઈલેન્ડની સ્પા ગર્લની સળગી ગયેલી લાશ મળી આવી હતી . જેમાં ગત રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે . જોકે , આ શંકાસ્પદ મોત હવે હત્યા બની ચૂકી છે ત્યારે હવે હત્યા કોણે અને શા માટે કરી તે પોલીસ માટે મોટો સવાલ બની ગયો છે . જોકે , આ હત્યામાં પહેલાથી શંકાના દાયરામાં આવેલી અને સાથે દારૂ પીધા બાદ યુવતીની હત્યાને લઈને મિત્ર અને સ્પામાં નોકરી કરતી એડા પર તમામ શંકાઓ કરવામાં આવી રહી છે . પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે .
ઘટના શું હતી ? મગદલ્લા ગામની મૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન ( ઉ.વ .27 મૂળ રહે . થાઇલેન્ડ ) ની રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી . રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો . પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો . જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો .
વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે . જે ટીમ દ્વારા વનિડાની મિત્ર એડા , ચેતનની પૂછપરછ કરી રહી છે . દરમિયાન ગત રોજ અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે . મોત પહેલા રાત્રે 9.30 થી લઈને વહેલી સવાર 3.50 સુધી મિત્ર રૂમમાં સાથે હતી પોલીસે કરેલી એડાની પૂછપરછ પ્રમાણે , વનિડાની રૂમથી માત્ર 100 મીટરના અંત્તરે રહેતી હમવતની એડા નામની યુવતી રાત્રે 9.30 વાગ્યાથી વહેલી સવારે 3.50 વાગ્યા સુધી વનિડા સાથે રૂમમાં હતી . વનિડા એડા સાથે બેસી વોડકા પીધી હતી . મોડીરાત સુધી દારૂ પીધો પણ ફરી એડા પાસે દારૂની માંગણી કરી હતી , જેથી 3.50 વાગ્યે એડા રૂમમાંથી નીકળે છે અને 4.40 વાગ્યે કાળા કલરની બેગ લઇ પરત આવે છે અને 4.50 વાગ્યે રૂમમાંથી નીકળતી સીસીટીવીમાં નજરે પડી રહી છે . જેથી એડાની સંડોવણીની શંકાના આધારે તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે .
જયારે રાત્રે 1.30 કલાકે એડા જ્યારે વનિડા સાથે તેના રૂમમાં હતી ત્યારે લાઇન એપ્લિકેશન પરથી મગદલ્લા વિસ્તારમાં રહેતા સ્પાના મેનેજર ચેતનને વીડિયો કોલ કર્યો હતો . જેથી પોલીસે ચેતનની પણ પૂછપરછ હાથ ધરી છે . એડાએ પોલીસને ચકરાવે ચડાવી વનિડાના કેસમાં પહેલાથી શંકાના દાયરામાં આવેલી એડા સતત પોલીસને ચકરાવે ચડાવી રહી છે . શરૂઆતમાં પોતે વનિડાના રૂમ પર ગઇ હોવાનું ઇન્કાર કરનાર એડાએ 9.30 કલાકે ગઇ હતી અને એક કલાકમાં જમ્યા બાદ પરત પોતાની રૂમ પર આવી ગઇ હોવાની કબૂલાત કરી હતી .
સીસીટીવીમાં વહેલી સવારે 3.50 કલાકે મોઢા પર સ્કાફ બોધી જે યુવતી રૂમમાંથી બહાર નીકળતા નજરે પડે છે અને તેણે જ કપડાં પહેર્યા હતા તે કપડા પણ એડાના રૂમમાંથી મળી આવ્યા હતા . પરંતુ તે અંગે એડાએ થાઇલેન્ડની તમામ યુવતીઓ આવા જ કપડાં પહેરે છે તેમ કહેતા પોલીસે મગદલ્લામાં રહેતી તમામ થાઈ યુવતીઓની પૂછપરછ કરતા ઓડાનું જુઠાણું બહાર આવી ગયું હતું . જેથી પોલીસે ફુટેજમાં જે કપડાં પહેર્યા હતા તે કપડો ઓડાને પહેરાવી ક્રોસ વેરિફીકેશન કરતા તેમાં પણ એડાની ચાલમાં સમાનતા અને દરવાજો ખોલતી વેળા તેનો ચહેરો પણ ક્લીયર નજરે પડી રહ્યો છે . આ સહિતના અન્ય કેટલાક મુદ્દે એડાએ પોલીસને ચકરાવે ચડાવી છે .