સુરતના સ્પામાં ગોંધી રાખી દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો
બાંગ્લાદેશ પોલીસે યુવતી અને બાળકી સુરતમાં હોવાના ઇનપુટ સુરત પોલીસને આપ્યા
સુરત પોલીસે બાળકીને ગોંધી રાખી દેહ વેપાર કરાવનાર ત્રણ આરોપીને પણ ઝડપી પાડ્યા
સુરત. રાજ્યમાં અવાર નવાર હ્યુમન ટ્રાફિકિંગની ઘટનાઓનો પર્દાફાશ થતો હોય છે, ત્યારે આજે સુરતમાંથી ઈન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે બાંગ્લાદેશની બાળકી અને યુવતીને છોડાવી છે. આ ઘટનામાં સુરતના સ્પામાં ગોંધી રાખી દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. બાંગ્લાદેશ પોલીસે સુરત પોલીસને યોગ્ય ઈનપુટ આપતા મોટી કાર્યવાહી થઈ હતી. જેમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સુરતમાં ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે, જેમાં બાંગ્લાદેશથી અપહરણ કરાયેલી એક બાળકી અને યુવતીને સુરત પોલીસે શોધી કાઢીને આ ચુંગાલમાંથી છોડીવી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે બને પાસે સુરતના સ્પામાં ગોંધી રાખીને બહારથી કસ્ટમર્સ બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. આ ઘટનાના તાર બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. બાંગ્લાદેશ પોલીસે યુવતી અને બાળકી સુરતમાં હોવાના ઇનપુટ સુરત પોલીસને આપ્યા હતા. ત્યારબાદ મોટી કાર્યવાહી કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે બન્ને યુવતીઓને શોધીને મુક્ત કરાવી છે. આ ઘટનામાં સુરત પોલીસે બાળકીને ગોંધી રાખી દેહ વેપાર કરાવનાર ત્રણ આરોપીને પણ ઝડપી પાડ્યા છે.
https://youtu.be/ze9KaIBeTCU
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ સુરતના પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો હતો. પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતી મળી કુલ ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી.
નવસારી પોલીસ અને સુરત પોલીસની કાર્યવાહીથી હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશમાં પલસાણાના માખીનગા ગામની ઝીંગા ફેક્ટરીમાં ઝારખંડથી યુવતીઓને લાવી કામ કરાવવામાં આવતું હોવાની જાણ થઈ હતી. જેથી નવસારી અને સુરત પોલીસ દ્વારા ફેક્ટરીમાંથી સગીર વયની 6 અને પુખ્તવયની 24 યુવતી મળી કુલ ઝારખંડની 30 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. ત્યારબાદ યુવતીઓને સુરત નારી સ્વરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી હતી.