દિવાળી ટાણે રંગોળી બનાવવાનું અનોખુ આકર્ષણ હોય છે
સુરતના રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીના ઉપયોગથી બનાવી 3-D રંગોળી
રંગોળી એક દિવસ સાચવી રાખવા માટે ફ્રીજમાં મુકવું જરૂરી
સુરત. આજથી દિવાળીના તહેવારો શરુ થઇ રહ્યા છે લોકો પોતાના ઘર, ઓફીસ સહિતની જગ્યા પર રંગબેરંગી ચીજ વસ્તઓથી શણગારી રહ્યા છે. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં રંગોળી કરવાનું પણ અનેરું મહત્વ રહેલું છે. આ વર્ષે શહેરના જાણીતા રંગોળી કલાકાર દ્વારા શાકભાજીમાંથી વાઘની થ્રી ડાયમેન્શનલ (3-D) અનોખી રંગોળી બનાવી છે.
દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો દીવાળીને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. બધાના ચહેરા પર ચમક આવી રહી છે. દિવાળી પર્વમાં વાઘ બારસનુ પણ અનેરું મહત્વ છે. હવે વાઘબારસ ને ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ વર્ષે વાઘબારસ પર કંઈક નવું કરવાની તાલાવેલી સૌને છે. આ વર્ષે સુરતના ખૂબ જ જાણીતા રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીમાંથી વાઘની થ્રી ડાયમેન્શનલ રંગોળી બનાવી હતી. ગાજર, મૂળા અને લવીંગના ઉપયોગથી વાઘ ની કૃતિ બનાવી હતી. અને પ્લેટના ઉપયોગના કારણે તેની થ્રી ડાયમેન્શનલ અસર પણ જોવા મળે છે અને તે વધારે પ્રભાવશાળી દેખાય છે.
વેજીટેબલ રંગોળી તૈયાર કરવાની રીત -
સૌ પ્રથમ એક પ્લેટને ઉંધી મૂકો. ત્યારબાદ તેના પર વાઘના આંખ, નાક અને મોઢાને પેન્સિલ વડે દોરો. ગાજર, મૂળાની એક થી દોઢ ઈંચ ની પાતળી સળી બનાવો. લવીંગને માથા ઉપર થી કાપી નાની નાની સળી તૈયાર કરો. તમે જે ચિત્ર દોર્યું છે તેના ઉપર તમે ગાજર અને મૂળા નો ભૂકો પણ શરૂઆતમાં પાથરી દો. ત્યારબાદ ગાજર , મૂળા અને લવંગની સળી સાચવીને ગોઠવો. જેનાથી રંગોળી વધારે આર્કષીત બની શકશે. આ વેજીટેબલ રંગોળી બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ શાકભાજી છે જે જલ્દીથી સુકાઈ જાય છે તેથી કાપીને તરત જ રંગોળી તૈયાર કરી દેવી , બહાર લાંબો સમય રાખી શકાશે નહી. તેના ઉપર પ્લાસ્ટિકનું કવર ઢાંકી ફ્રીઝ માં એક દિવસ તમે સાચવી શકશો.