• કંગના રનાૈતના સમર્થનમા સુરતના વેપારીએ I Support Kangana લખેલી સાડી પ્રિન્ટ કરી, એક્ટરેસની મંજુરી અંગે મુંજવણ
  • સામાન્ય રીતે ફિલ્મ સ્ટારની પરવાનગી વગર તેમના ફોટાનો ઉપયોગ કરવો વિવાદ સર્જી શકે છે
  • રિંગરોડ ખાતે આવેલ યુનિવર્સલ ટેક્સટાઇલમાં કાપડનો ધંધો કરતા વેપારી રજત ડાવરે સાડીઓ તૈયાર કરી
  • પુલવામા એટેકની વાત હોય કે વિંગ કમાન્ડર અભિનંદનને પરત લાવવાનો મુદ્દો હોય કે પછી સર્જીકલ સ્ટ્રાઈક હોય આ દરેક કરન્ટ ઇસ્યુને વેપારીઓ સાડી કે ડ્રેસ મટીરીયલ પર છપાવીને પોતાનું સમર્થન આપતા હોય છે

સુરત. સુશાંતસિંગ રાજપૂત કેસ બાદ મુંબઈમાં ઉદ્ધવ સરકાર અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે ચાલી રહેલું ઘમાસાણ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુશાંતસિંગને ન્યાય અપાવવા સમર્થનમાં ઉતેરલી કંગના રનૌતે હવે ઉદ્ધવ ઠાકરે સાથે સીધી લડાઈ લડી રહી છે. મુંબઈ સ્થિત કંગનાની ઓફિસનું ડિમોલિશન કરીને મહારાષ્ટ્ર સરકારે બળતામાં ઘી હોમ્યુ છે.

ત્યારે દેશમાં કંગનાના સમર્થકો બહાર આવી રહ્યા છે અને તેના વિરુદ્ધ થઈ રહેલા અન્યાયને વખોડી રહ્યા છે. ત્યારે ટેક્સટાઇલ સીટી સુરતના કાપડ વેપારીઓ પણ કંગનાના સમર્થનમાં આગળ આવ્યા છે અને I Support Kangana લખેલી અલગ અલગ પ્રિન્ટ અને કલરની સાત ડિઝાઇન વાળી સાડી તૈયાર કરી છે.

રિંગરોડ ખાતે આવેલ યુનિવર્સલ ટેક્સટાઇલમાં કાપડનો ધંધો કરતા વેપારી રજત ડાવરે આ સાડીઓ તૈયાર કરી છે. તેઓ કંગનાને સમર્થન આપી રહ્યા છે અને એટલા માટે આ સાડી તૈયાર કરી છે તેમનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકાર અભિનેત્રી સાથે બદલાની રાજનીતિ કરી રહી છે જે લોકશાહીનું હનન છે. અને આ માટે તેઓએ આ સાડી તૈયાર કરી છે જેની ડિમાન્ડ પણ આવવા લાગી છે. જો કે કોઇ પણ ફિલ્મ સ્ટારના ફોટાનો ઉપયોગ કરતા પહેલા તેની મંજૂરી લેવી પડે છે. કંગના રનાૈતના ફોટાનો ઉપયોગ કરતા પહેલા જો યોગ્ય મંજુરી લેવામાં આવી ન હોય તો મુશ્કેલી પડી શકે છે.

નોંધનીય છે કે દેશમાં જ્યારે પણ આવી કોઇ ઘટના બને પછી તે પુલવામા એટેકની વાત હોય કે વિંગ કમાન્ડર અભિનંદનને પરત લાવવાનો મુદ્દો હોય કે પછી સર્જીકલ સ્ટ્રાઈક હોય આ દરેક કરન્ટ ઇસ્યુને વેપારીઓ સાડી કે ડ્રેસ મટીરીયલ પર છપાવીને પોતાનું સમર્થન આપતા હોય છે. ત્યારે કંગનાના સમર્થનમાં બહાર પાડવામાં આવેલી આ સાડીઓ પણ વેપારી વર્ગને ખૂબ પસંદ આવી રહી છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud