પિપલાદ વિસ્તારમાં લક્ઝૂરિયસ કારે હોટલ પરથી કામ પતાવી ઘરે જઈ રહેલા બે યુવકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત
વેસુ વિસ્તારમાં 150ની સ્પીડે જઈ રહેલી વોલ્વો કાર ડિવાઈડર સાથે અથડાતા ઘટના સ્થળે કચ્ચરઘાણ થઇ ગયો
સુરત. સૌથી પોર્શ ગણાતા વિસ્તારોમાં રાત પડતાની સાથે માલેતુજાર પરિવારના નબીરા પોતાની લક્ઝૂરિયસ કાર લઇને રેસ લગાવતા હોય છે અને અકસ્માત કરતા હોય છે આવા અનેક બનાવોમાં બન્યા છે. ત્યારે ગતરોજ આજ પ્રકારે બે અવલગ અલગ વિસ્તારમાં હિટ અને રનની ઘટના બની હતી. જેમાં એક વિસ્તારમાં ગાડીની ટક્કર થઈ જતા લોકોનો બચાવ થયો હતો જયારે ગાડીનો કચ્ચરઘાણ બોલી જવા પામ્યો હતો, ત્યારે બીજી ઘટનામાં કાર ચાલકે રસ્તો ક્રોસ કરતા બે યુવાનોને અડફેટે લેતા તેમનાં કરૂણ મોત થયાં.
પહેલી ઘટના। સુરતના પીપલોદ વિસ્તારના ડુમસ રોડ પર એક ગાડી બેફામ ગતિએ ડુમસ રોડ પરથી આવી પીપલોદ તરફ જઈ રહી હતી. ત્યારે હોટલમાં કામ કરતા બે યુવાનો રસ્તો ક્રોસ કરતા હતા. દરમ્યાન કાર ચાલકે પોતે બેફામ ગતિએ હોવાના કારણે પોતાના પરનો કાબુ ગમાવ્યો હતો અને રોડ ક્રોસ કરી રહેલા બને યુવકને અડફેટે લેતા હવામા ફંગોળાયાં હતા અને જમીન પર જોરથી પટકાયા હતા. જેથી બને યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું.
જોકે આ બનાવમાં યુવાનો પોતાની હોટલની નોકરી પતાવી ઘરે જઇ રહ્યા હતા. બનાવની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પિટલએ ખસેડ્યા હતા. જયારે નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરાની મદદથી ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આમ સુરત શહેરના આ રોડ જાણે નબીરા માટે રેસિંગ ટ્રેક બની ગયા છે અને રાત્રીના સમયે એક બીજા મિત્રો સાથે રેસ લગાવી લોકોને અડફેટે લેતા હોય છે.
બીજી ઘટના। શહેરના વેસુ વિસ્તારમાં વોલ્વો કાર બેફામ ગતિએ આવીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. જોકે 150 સ્પીડની ગતિ વાળી આ કાર એટલી જોરમાં અકસ્માત કર્યો હતો કે કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જોકે આ રસ્તા પર કોઈ નહિ હોવાને લઈને મોટો અકસ્માત થતો રહી ગયો હતો. પરંતુ 10 કરતા વધુ લોકોને ઇજા અથવા જીવ ગુમાવાનો વારો પણ આવ્યો હોત.