સુરત. કતારગામમાં ટ્યુશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. કતારગામ પોલીસે છાપો મારી ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીઓની ધરપકડ કરી હતી. અને જુગારીયાઓ પાસેથી 7 ફોન અને રોકડ મળી રૂ. 64,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કોરોનાના કારણે સરકારની ગાઇડ લાઈન મુજબ ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.
લોકડાઉન થતા અવની ઘટનાઓ સામે આવતી રહી હતી. ન થવાની વાતો અને ઘટના સામે આવી લોકો રૂપિયા કામવા કે રૂપિયા ન મળતા કંઈક ને કંઈક કરી બેસતા હોય છે. સુરતના કતારગામ વિસ્તારની ઘટના સામે આવી જ ઘટના સામે આવી હતી. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે. બાતમીના આધારે ટ્યુશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. તેની સામે તે નાણાં ઉઘરાવે છે. જેથી કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં છાપો મારી સંચાલક ધર્મેશ મનજી સોનાણી ની ધરપકડ કરી હતી.
કતારગામ પોલીસે જુગાર રમતા કાંતી રવજીભાઈ છેડાવડિયા, લવજી માવજી કાનાણી,ધીરુ કાળુભાઈ મકવાણા, મુકેશ ડાહ્યાભાઈ રાંક અને મનસુખ કરસન સંખાવરાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 64,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી ટ્યૂશન સંચાલકની પૂછપરછ કરતા હકીકત જાણવી હતી કે, છેલ્લા કેટલાક મહિનાથી સ્કૂલ કોલેજો બંધ હોવાથી ટ્યુશન કલાસીસ પણ બંધ હતા. જેથી ઓફિસમાં મિત્રો સાથે જુગાર રમવાનું ચાલુ કર્યું હતું. પણ જ્યાં એક સમયે જે શિક્ષક બાળકોને ઘડતર કરતા ત્યારે ત્યાંજ બીજી બાજુ જુગાર રમવું કેટલું યોગ્ય છે. ટ્યુશન ક્લાસ પર દરોડા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.