• જમીન પચાવી પાડવામાં આવતા ખૂની ખેલ ખેલાયો
  • મામલાને રફેદફે કરવા હત્યારાએ મૃતદેહને એક કોથળામાં ભરી ઘરમાં રાખ્યો
  • ઘરમાંથી અતિદુર્ગંધ આવતા સ્થાનિક લોકોને જાણ થતા ભાંડો ફૂટ્યો
  • હત્યારો વતન ભાગી જાય તે પહેલા જ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો

સુરત. શહેરના ઉધના વિસ્તારમાં રહેતા ઓરિસ્સાવાસી સાઢુભાઈએ પોતાના જ સાઢુભાઈની ગળુ કાપીને કરપીણ હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ મામલાને રફેદફે કરવા હત્યારાએ મૃતદેહને એક કોથળામાં ભરી દીધી હતી.જો કે મૃતદેહને સગેવગે કરાય તે પહેલાં જ પોલીસ ઘરે પોહચી ગઈ અને આરોપીને દબોચી પાડ્યો હતો. મૃતકે હત્યારાની વતનમાં રહેલી જમીન પચાવી પાડી હતી. જેનો બદલો વાળવા આ હત્યા કરી હોવાની કબૂલાત હત્યારાએ પોલીસ સમક્ષ કરી હતી.

સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોડરી લેસ પટ્ટીના કારખાનામાં કામ કરતા મીતું બટુક પ્રધાનની તેના જ સાઢુંભાઈએ કરપીણ હત્યા કરી દીધી હતી. બુધવારના રોજ ઉધના વિજયા નગર ખાતે આવેલ શાકભાજી માર્કેટ નજીક રહેતા કાંદારપા પ્રધાનને ત્યાં મીતું બટુક પ્રધાન(રહે, લીંબાયત) મળવા આવ્યો હતો. ત્યારે મીતુંને પ્રથમ ગળે ટૂંપો આપી ત્યારબાદ ટીક્ષણ હથિયાર વડે ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. મામલાને સગેવગે કરવા આરોપીએ મૃતદેહને એક કોથળામાં ભરી દીધી હતી. સવારના બાર વાગ્યે કરાયેલ હત્યા બાદ મૃતદેહને મોડી રાત સુધી આરોપીએ પોતાના જ ઘરમાં મૂકી રાખી હતી.જેના કારણે ઘરમાંથી પણ અતિદુર્ગંધ આવતા સ્થાનિક લોકો દ્વારા આ અંગેની જાણ ઉધના પોલીસને કરી હતી.

ઘટનાની જાણ પોલીસની થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે વિજયા નગર ખાતે આવેલ પ્લોટ નંબર 270ના રૂમમાં તપાસ કરતા કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી તાત્કાલિક હત્યારાને ઝડપી પાડવા અલગ અલગ ટીમો દોડાવી હતી. જ્યાં ગણતરીના કલાકોમાં જ હત્યારા કાંદારપા પ્રધાનને દબોચી પાડવામાં આવ્યો હતો. હત્યારાની વતનમાં જમીન હતી જે મૃતક દ્વારા પચાવી પાડવામાં આવી હતી. જેનો બદલો વાળવા આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરતા તેની અટકાયત કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક અને હત્યારો પાંડેસરા ખાતેના એમ્બ્રોડરી લેસ પટ્ટી બનાવવાના કારખાનામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આરોપી વતન ઓરિસ્સા ભાગી છૂટે તે પહેલાં જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud