સુરત. શહેરમાં હાલ તસ્કરોનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે. દિવાળી નજીક આવતા જ ચોર-લૂંટારા સક્રિય થઈ ગયા છે. દિવાળી નજીક આવતાની સાથે જ તસ્કરોએ પણ જાણે પોતાનું કામ ધંધો કરવા માટેનું મુહૂર્ત શોધી લીધું છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં મુખ્ય પોલીસ મથકની સામે આવેલા રિલાયન્સ ડિજિટલ મોલમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ પોલીસના નાક નીચેથી તસ્કરો રૂપિયા 40 લાખના મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક સામાન ચોરી કરીને ખૂબ જ સરળતાથી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ત્યારે હાલ લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે કે વરાછા પોલીસ સ્ટેશનની સામે થી આટલી મોટી મતાની ચોરી થઈ ગઈ ત્યાં સુધી પોલીસ શું કરી રહી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત વરાછા વિસ્તારના પોલીસ મથકની બિલકુલ સામે આવેલ રિલાયન્સ ડિજીટલ ઇલેક્ટ્રોનિક મોલમાં આજે સવારે વહેલી સાડા પાંચ વાગ્યાના તાળું તુટ્યું હતું. વહેલી સવારે તસ્કરોએ ડિજિટલ તાળુ તોડીને રૂપિયા 40 લાખના મોબાઈલ અને બીજી ઇલેક્ટ્રોનિક સાધનોની ખૂબ જ સરળતાથી ચોરી કરી ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
જોકે ત્યાંથી પસાર થતા લોકોને એવું લાગ્યું કે રિલાયન્સ કંપનીના માણસો દિવાળી નજીક આવતા સામાનની હેરફેર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ તસ્કરો ઈનોવા ગાડી લઈને આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ ચોરી બાદ એવું લાગી રહ્યું છે કે તસ્કરો જાણે પોલીસ બેડાને પડકાર ફેંકી રહ્યા હોય તેમ પોલીસની નાક નીચેથી આટલી મોટી ચોરીને અંજામ આપી તસ્કરો પલાયન થઇ ગયા. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા . પોલીસ હાલ આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ કે બીજી અન્ય જાણકારી એકત્ર કરવામાં લાગી ગઈ છે.