• પતિ- પત્નિના લગ્ન રીતી રિવાજ મુજબ વર્ષ 2011 માં થયા હતા
  • પત્ની સ્વેતાના બહાર પર પુરુષ સાથે આડા સંબંધ હોય આ બાબતે ગણેશે તેણે ખુબ સમજાવવાની કોશીસ કરી
  • થોડા મહિના આગળ તેના સાલા વિશાલ અને સસરા રામબાબુએ જમાઈ ગણેશને ઢોરમાર મારી, મારી નાંખવાની ધમકી આપી

સુરત. કળિયુગી પત્નીએ આડાસંબંદમાં પોતાના પતિને માનસિક રીતે પ્રતાડિત કરી તેને ઢોર માર માર્યો હતો. પરપુરુષ સાથેના સંબંધોમાં પોતાના પિતા અને ભાઈ સાથેમળીને પતિને બેટ વડે માર મારી લોહી લુહાણ કરી દઈ ઘર માંથી કાઢી મુક્યો હતો. પતિએ માનસિક ત્રાસ થી કંટાળીને પોતાના હાથની નસ કાપી લેતાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારની માનસરોવર સોસાયટી પાસે આવેલી સ્યામ હાઈટ્સ ખાતે રહેતા મૂળ તેલગાણાંના ગણેશ બિગલિયા અંકમ ઉધના ખાતે કોર્પોરેટ સર્વિસ સ્ટેશનમાં લોન વિભાગમાં કામ કરે છે. અને હાલ કેટલાક મહિનાઓથી કંપનીમાં જ રહેતા હતા. તેમના લગ્ન 2011 માં રીત રિવાઝ મુજબ સ્વેતા રામબાબુ કોટા સાથે થયા હતા અને એક પુત્ર અને પુત્રી પણ છે. દરમિયાન ગણેશની પત્ની સ્વેતાના બહાર પર પુરુષ સાથે આડા સંબંધ હોય આ બાબતે ગણેશે તેણે ખુબ સમજાવવાની કોશીસ કરી હતી પણ સ્વેતા એ ઉલટું પોતાના જ પતીની વિરુદ્ધમાં મારઝૂડની ફરિયાદ લખાવી ગણેશને જેલમાં નાખ્યો હતો.

થોડા મહિના આગળ તેના સાલા વિશાલ અને સસરા રામબાબુએ જમાઈ ગણેશને ઢોરમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરેથી કાઢી મુક્યો હતો. જયારે ગત 23 મી ના બપોરે પોતાના સંતાનોને મળવા જતા પત્ની સ્વેતાએ ઝગડો કરી પતિને બેટ વડે ઢોરમાર મારી લોહી લુહાણ કરી દીધો હતો. જે ઘટના ગણેશે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી.

બાબતથી કંટાળીને ગણેશે માનસિક રીતે હેરાન થઇ ઊંઘની ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી લીધી હતી. જે બાદ તેને તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે લીંબાયત પોલીસે ગણેશની ફરિયાદ નોંધી પત્ની સ્વેતા, સાળા વિશાલ, સસરા રામબાબુ તેમજ દોનાલા તમામની સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ આવી કળિયુગી પત્નીએ તમામ મર્યાદાઓ મૂકીને પર પુરુષની સાથેના સંબંધમાં પોતાના જ ઘરની સુખ શાંતિ ભંગ કરી નાખી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud