50 વર્ષના આધેડે 8 વર્ષની બાળકી જોડે અડપલા કર્યા
બાળકીના માતા- પિતાએ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 50 વર્ષના આધેડે 8 વર્ષની બાળકીને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ આ વાત તેણીની માતાને જણાવી હતી. જેથી બાળકીના માતા- પિતાએ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કપોદ્રા પોલીસે આ મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.
સુરતના સચિન વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના હજુ સમી નથી ત્યાં કાપોદ્રામાં એક 50 વર્ષના આધેડે 8 વર્ષની બાળકીને મોબાઈલ પર અશ્લીલ વિડીયો બતાવી અડપલા કર્યા હોવાની ઘટના બહાર આવી છે. કાપોદ્રામાં આવેલી ઠાકોર દ્વારા સોસાયટીમાં રહેતા લાભુભાઈ ઉછદડીયાએ તે વિસ્તારમાં રહેતી એક બાળકીને ઘરમાં લઇ જઈ મોબાઈલ પર અશ્લીલ વિડીયો બતાવી અડપલા કર્યા હતા. અને જણાવ્યું હતું કે તું આ વાત કોઈને કહેશે તો તારી મમ્મી વ્હાલ નહિ કરે.
આ ઘટનાના બે વર્ષ બાદ જયારે તેની માતા તેના ભાઈને વ્હાલ કરી રહી હતી. તે વેળાએ બાળકી રડવા લાગી હતી. જેથી બાળકીની માતાએ બાળકીને પૂછતા તેણે આધેડની કરતુત જણાવી દીધી હતી. બાળકીના મુખે આ વાત જાણી તેણીના માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગયી હતી અને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કપોદ્રા પોલીસે આ મામલે તપાસ કરી આરોપી મકાન માલિકની ધરપકડ કરી છે
ઉલ્લેખનીય છે કે આ ઘટના બે વર્ષ પહેલા બની હતી. બે વર્ષ પહેલા નવરાત્રીના સમયે બાળકી ઘરમાં પાણી પીવા માટે ગયી હતી અને ત્યારે મકાન માલિકે આ કૃત્ય આચર્યું હતું. અને ત્યારબાદ અવાર નવાર આવી રીતે બાળકીના અડપલા કર્યા કરતો હતો. જો કે આખરે બે વર્ષ બાદ બાળકીએ આ વાત ઘરમાં જણાવતા મકાન માલિકની કરતુતનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ આ મામલે કાપોદ્રા પોલીસે આરોપી 50 વર્ષના આધેડની ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
50 વર્ષના આધેડે 8 વર્ષની બાળકી જોડે અડપલા કર્યા
બાળકીના માતા- પિતાએ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat.સુરતના કાપોદ્રા વિસ્તારમાં 50 વર્ષના આધેડે 8 વર્ષની બાળકીને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી શારીરિક અડપલા કર્યા હતા. બાળકીએ આ વાત તેણીની માતાને જણાવી હતી. જેથી બાળકીના માતા- પિતાએ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કપોદ્રા પોલીસે આ મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.