• કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્ર દ્વારા એક તરફ માસ્ક પહેરવા અને હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.
  • કતાર ગામમાં પાલીકા દ્વારા બનાવવામાં આવેલા વોશ બેઝીન ભંગારની હાલતમાં જોવા મળ્યા

#Surat - કોરોનાથી બચવા તંત્ર દ્વારા લોકોને હાથ ધોવાની અપીલ વચ્ચે કતાર ગામમાં વોશ બેઝીન 'ભંગાર' થઇ પડ્યા, જુઓ VIDEO

WatchGujarat. Surat કોરોનાના વધતા કેસોમાં વહીવટી તંત્ર દ્વારા માસ્ક પહેરવું અને હાથ ધોવાનો મોટા પાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કતાર ગામ વિસ્તારમાં વોશ બેઝીન ભંગાર પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેને કારણે લોકોમાં વહીવટી તંત્રની કામગીરીને લઇને રોષ જોવા મળ્યો હતો.

હાલમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવા અને હાથ વારંવાર ધોવા માટે લોકોને  સતત લોકોને અપીલ કરવામાં આવે છે. વહીવટી તંત્રની અપીલ વચ્ચે સુરતમાં કંઈક અલગ જોવા મળ્યું હતું. કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં વોશ બેઝિન ભંગાર હાલતમાં મળી આવ્યા હતા. એક જગ્યા પર એક નહિ બે નહિ પણ 40 થી વધુ આ બોશ બેઝિન મળી આવ્યા હતા. પાલિકા દ્વારા વોશ બેઝિન બનવામાં આવ્યા હતા, જે ભંગારની સ્થિતિમાં જોવા મળ્યા હતા.

ભંગારમાં પડેલા વોશ બેઝિન અંદાજીત કિંમત રૂ. 3,500 પ્રતિ યુનિટ જેટલી થવા પામે છે.  વોશ બેઝીન ભંગારની હાલત માત્ર એક ઝોનની સામે આવી હતી. પરંતુ શહેરમાં અલગ અલગ 8 ઝોન આવેલા છે. જો વોશ બેઝીનની હકીકત વિશે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવી શકે તેમ છે. ભંગારમાં પડેલા વોશ બેઝીનને ઉપયોગમાં લેવામાં આવે તો લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી નિવડી શકે.

 

More #કોરોના #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud