ઇલેક્ટ્રોનીકના શો રૂમમાં ચોરી કરતા ચોર ઝડપાયા
ચોરી કરવા માટે ફ્લાઇટમાં પહોંચીને જે તે શહેરમાં પહોંચતા અને ત્યાર બાદ મોંઘી હોટલોમાં રોકાતા હતા.
એક આરોપીને બે પત્ની હોવા છત્તા તેની ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચ કરવા માટે ચોરીની આવક વાપરતો
WatchGujarat. CCTV - સુરતમાં થોડા દિવસો અગાઉ ઘોડદોડ રોડ અને સરથાણા વિસ્તારમાં આવેલા ઇલેકટ્રોનીક આઇટમના શો રૂમમાં ચોરીની ઘટના બની હતી આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ પુછપરછમાં આરોપીએ અલગ અલગ રાજ્યમાં મળીને એક મહિનામાં 12 ઠેકાણે ચોરીનો કસબ અજમાવ્યાની કબૂલાત કરી છે. ઝડપાયેલો ચોર અને તેનો એક સાગરિત દિલ્હીથી ફ્લાઈટમાં જ ચોરી કરવા નીકળતા અને જ્યાં ચોરી કરવાની હોય ત્યાંની મોંઘીદાટ હોટલમાં રોકાણ કરતા હતા. આ સાથે ઝડપાયેલા આરોપીને બે પત્ની હોવા છતા ગર્લફ્રેન્ડ પાછળ ચોરીની આવક ઉડાવતો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા દિવસો અગાઉ પિપલોદ સ્થિત ક્રોમા સેન્ટરમાં ગ્રાહકના સ્વાંગમાં કેમેરો ચોરી કરવા જતા બે ચોર સિક્યુરીટી ગાર્ડની ઝપટમાં આવી ગયા હતા. ગાર્ડે બુમાબુમ કરતા બંને ચોર રીક્ષામાં ભાગી ગયા હતા. શો રૂમ સંચાલકોએ મામલાની તુરંત જ પોલીસને જાણ કરી હતી. ગાર્ડ અને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી અઠવાલાઇન્સ-રીંગરોડ થઇ ઉધના દરવાજા પાસેથી બે પૈકી એક ને ઝડપી પાડ્યો હતો. જયારે તેનો સાથીદાર ભાગી ગયો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીની કડક પુછપરછ કરતા તેણે પોતાનુ નામ આમીરઅલી રઇશઅલી ઉર્ફે સમીરઅલી રમઝાનઅલી શૌન અને તે દિલ્હીનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જયારે ફરાર થઇ ગયેલો તેનો સાથીદારનું નામ હુસૈનઅલી ઉર્ફે સલમાન મક્સુદઅલી હોવાનું જણાવ્યું હતું
આમીરઅલીએ પોલીસ પૂછપરછમાં પિપલોદના ક્રોમા સેન્ટરમાં ચોરી કરવા પૂર્વે ઘોડદોડ રામચોક સ્થિત ક્રોમા સેન્ટરમાંથી 1.51 લાખની કિંમતનો સોની કંપનીનો કેમેરો અને સરથાણાના ઇલેક્ટ્રીક શો રૂમમાંથી 71 હજારનો કેમેરો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. માત્ર ક્રોમા સેન્ટર અને રિલાયન્સ ડિજીટલ શો-રૂમમાંથી ચોરીનો કસબ અજમાવતા આમીર અને તેના સાથીદારે, ગત તા. 27 ઓક્ટોબરથી તા. 27 નવેમ્બર સુધીમાં તેલંગાણાના હૈદ્રાબાદમાં 5 ઠેકાણેથી 3.61 લાખ, મહારાષ્ટ્રના પુણે શહેરમાં 3 ઠેકાણેથી 3.86 લાખ, કર્ણાટકના બેંગ્લોરમાં 2 ઠેકાણેથી 3.08 લાખની કિંમતના મોંઘાદાટ કેમેરા ચોરી કર્યા હતા. દિલ્હીથી ફ્લાઇટમાં ચોરી કરવા અલગ-અલગ રાજ્યોમાં જતા બંને જણા દિલ્હીમાં 50 ટકા ભાવમાં કેમેરા વેચી દેતા હતા.
https://youtu.be/ukLUL9MSBVU
ભણેલા - ગણેલા બંને ગઠિયા ચોરી કરવા માટે હવાઈ માર્ગે જ આવતા હતા. ફ્લાઈટ મારફત દિલ્હીથી સુરત આવેલા બંને ગઠિયાઓ સ્ટેશન રોડની મોંઘી હોટેલ સ્ટેઇનમાં રોકાયા હતા. ચોરી કર્યા બાદ આ ગેંગ ફ્લાઇટથી જ પરત ફરતી હતી. જેથી આવવા અને જવાનો સમય ઓછો બગડતો અને ચોરી કર્યા બાદ ઝડપથી શહેર છોડી શકાતું હતું. બે પત્ની ધરાવતો આરોપી આમીર દારૂ અને ગર્લફ્રેન્ડનો શોખીન છે. ચોરી કરી મેળવેલી રકમ તેની ગર્લફ્રેન્ડ પાછળ ઉડાવ્યાનું પોલીસને જણાવ્યું હતું.
બંને ચોરો મોટેભાગે ક્રોમા સેન્ટર અને રિલાયન્સ ડિઝીટલને ટાર્ગેટ કરતા હતા. ચોરી કરવાના એક દિવસ પહેલા રેકી કરતા બીજા દિવસે મોકો જોઇ કેમેરા અને મોબાઇલની ચોરી કરતા હતા. કિંમતી સામાનમાં જે ચીપ લાગી હોય છે તેમાંથી સોફટ ટેક કાઢી નાખતા એલાર્મ ન વાગે એટલે બન્ને પૈકી એક સરળતાથી ચોરી કરી નીકળી જતો હતો. જો કે હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
More #Highprofile #Theft #CCtv #Surat News