• પ્રેમીકાએ ઉશ્કેરણી કરતા હાલના પ્રેમીએ પુર્વ પ્રેમી સાથે ઝગડો કરી ચપ્પુના ઘા ઝીંક્યા
  • રીયાએ વિપલને કહ્યું હતું કે યે પહેલે મેરા બોય ફ્રેન્ડ થા ઔર બહોત પરેશાન કરતા થા

પુર્વ પ્રેમી પર હિંંસક હુમલો કરાવી પ્રેમીકાએ ધમકી આપી, દોબારા હમારે રાસ્તે મેં આયેગા તો તુજે જીંદા નહીં રહેને દેગે

WatchGujarat. વેસુના આગમ આર્કેડમાં માથાભારે જમીન દલાલની પુર્વ પ્રેમીકા અને તેનો સાથી અચાનક મળ્યા હતા. પ્રેમીકાએ ઉશ્કેરણી કરતા હાલના પ્રેમીએ પુર્વ પ્રેમી સાથે ઝગડો કર્યો હતો. ઝગડા બાદ પુર્વ પ્રેમી પર હિંસક હુમલો કરીને હાલનો પ્રેમી અને પ્રેમીકા ભાગી છુટ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા ભાગી ગયેલી પુર્વ પ્રેમીકાની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અલથાણ એસએમસી આવાસમાં રહેતો પ્રવિણ ઉર્ફે પ્રિન્સ સંજય નિમ્બો મહિના અગાઉ રાત્રે 10.30 વાગ્યે વેસુના આગમ આર્કેડની હોટલમાંથી જમી લીફ્ટમાં નીચે ઉતર્યો હતો. દરમિયાન બિલ્ડીંગના પેસેજમાં તેની પૂર્વ પ્રેમિકા રિયા ઉર્ફે કાયનાથ અને તેનો માથાભારે પ્રેમી વિપલ મનિષ ટેલર મળી ગયા હતા. રીયાએ વિપલને કહ્યું હતું કે યે પહેલે મેરા બોય ફ્રેન્ડ થા ઔર બહોત પરેશાન કરતા થા. જેથી વિપલે પ્રવિણને ગાળો બોલવાનું શરી કરી બોલાચાલી કરી હતી. ત્યાર બાદ તેણે ચપ્પુ વડે હુમલો કરી પ્રવિણને પાંસળી, ગળા, પીઠ અને માથાના ભાગે ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા. અને ધમકી આપી કે દઇ આજ તો તું શાયદ જીંદા બચ જાયેગા, દોબારા હમારે રાસ્તે મેં આયેગા તો તુંજે જીંદા નહીં રહેને દેગે. લોકો ભેગા થતા જોઇને વિપલ અને રીયા ભાગી ગયા હતા.

હિંસક હુમલા અંગે પ્રવિણ ઉર્ફે પ્રિન્સ સંજય નિમ્બોએ 28 ઓક્ટોબરના રોજ વિપલ મનીષ ટેલર અને રિયા ઉર્ફે કાયનાથ સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પહલે એક મહિના બાદ ઉમરા પોલીસે રિયા ઉર્ફે કાયનાથની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિંસક હુમલાની ઘટના બાદ રિયા રાજપૂત દિલ્હી ફરાર થઇ ગઈ હતી. જ્યારે માથાભારે વિપલ ટેલર થોડા દિવસો પહેલા પોલીસના હાથે પકડાયો હતો અને તે હાલ લાજપોર જેલમાં છે. ઉમરા પોલીસે દિલ્હીથી સુરત આવેલી વિપલની પ્રેમિકા રૂકસાર ઉર્ફે રિયા કાયનાથ મુસ્તકીન રાજપુત (ઉં -22, રહે,કુમકુમ હોટેલ, આગમ આર્કેડ શોપિંગ સેન્ટર, વેસુ, મૂળ રહે, કરોલબાગ, ન્યુુ દિલ્હી)ની રવિવારે સાંજે ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ વિપલ અને તેની પ્રેમિકાએ એક મહિલાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં તેની સામે ઉમરા પોલીસમાં ધમકીના ગુનામાં ધરપકડ થઈ હતી. ઉપરાંત નશા પ્રેરક પદાર્થો વેચાણ કરતો હોવાની માહિતીને આધારે એસઓજીએ તેના ઘરે રેડ કરી હતી. તે સમયે નશીલા પદાર્થો મળ્યા ન હતા પરંતુ તલવારો મળી આવી હતી. રિયા દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં જન્મેલી છે. તેનો ભાઈ બિઝનેસમેન છે. રિયા સુરત આવીને વિપલ ટેલર સાથે ભાગીદારીમાં સ્પા ચલાવે છે.

More #હિંસક #પ્રેમિકા #Watch Gujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud