• ઝડપથી વાહન ચલાવવાને મામલે લોહીયાળ જંગ ખેલાયો
  • તું અહિંયાનો દાદો છે તેમ કહી 6 જેટલા લોકો યુવક પર ટુટી પડ્યા 
  • હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત નિપજ્યું હતું

#Surat - રાત્રી કર્ફ્યુ દરમિયાન યુવકની ઘાતકી હત્યા, ગળાના ભાગે ઉપરા-છપારી છરીના ઘા ઝીંક્યા

WatchGujarat. તું ગાડી સ્પીડમાં કેમ ચલાવે છે તું અહિયાનો દાદો છે તેમ કહી ૬ જેટલા ઈસમોએ સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ૬ હત્યારાઓની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે

સુરતના કતારગામ વિસ્તારમાં ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં ચાર થી પાંચ યુવાનોએ સંબિત ઉર્ફે રાજા નામના યુવકની હત્યા કરી દીધી હતી. તું ગાડી સ્પીડમાં કેમ ચલાવે છે, તું અહિયાનો દાદો છે – તેમ કહી 6 જેટલા ઈસમોએ ચપ્પુ તેમજ તીક્ષણ હથીયાર લઇ યુવક પર તૂટી પડ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી બીજી તરફ પોલીસે આ ઘટનામાં 6 લોકો ધરપકડ કરી છે.

મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો માથાભારે અને ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે 15 દિવસ પહેલા પણ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. રવિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવીને આવ્યા બાદ રાત્રે મારા ભાઈની નિર્મમ હત્યા કરાઈ છે. વધુમાં મૃતક સામે પણ ભૂતકાળમાં પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયા હતા.

કોની કોની કરાઈ ધરપકડ

તુષાર ઉર્ફે મેગી

જીગર ઉર્ફે સુનીયો

હિરેન સુરતી

કલ્પેશ ઉર્ફે ભુપો

ધર્મેશ ઉર્ફે અપ્પુ

દિવ્યેશ અશોકભાઈ સુરતી

More #Murder #રાત્રી કર્ફ્યુ #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud