• કોરોનાને ડામવા માટે વહીવટી તંત્રએ કમર કસી
 • મ્યુનિસિપલ કમિશ્નલ અને પોલીસ કમિશ્નરને હિરા ઉદ્યોગના અગ્રણીઓ જોડે કરી મહત્વની બેઠક

#Surat - કોરોનાને અટકાવવા માટે પાલીકા અને પોલીસનું 'જોઇન્ટ ઓપરેશન'

WatchGujarat. સુરતમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને અટકાવવા માટે તંત્ર દોડતું થયું છે. મહાનગર પાલિકા કમિશ્નર અને પોલીસ કમિશનરે હીરા ઉઘોગના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં હીરા ઉદ્યોગના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં અધિકારીઓએ હિરા ઉદ્યોગના કાર્યને લઇને મહત્વના સુચનો કર્યા હતા.

સુરતમાં દિવાળી બાદ કોરોનાનું સક્મ્રણ વધ્યું છે. લોકોને તકેદારી રાખવા તંત્ર સતત અપીલ કરી રહ્યું છે. હીરા અને કાપડ ઉધોગમાં કોરોનાનું સંક્મ્રણ રોકવા ઉઘોગ્કારો સાથે તંત્રએ બેઠકનો દોર શરુ કર્યો છે. દરમિયાન શનિવારે વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મહત્વની મિટીંગ મળી હતી.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, લાલજીભાઇ પટેલ, રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ગોવિંદભાઇ ધોળકીયા, જે.બી. બ્રધર્સના જીતુભાઇ શાહ, તથા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા અને મંત્રી દામજી માવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. અને હીરા ઉઘોગમાં કયા પ્રકારે તકેદારી રાખવી અને ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરાવવા અપીલ કરવામાં આવી હતી

મહાનગરપાલિકા કમિશનરે આપેલા મહત્વના સૂચનો :-

 • હીરાની એક ઘંટી ઉપર બે રત્નકલાકારોએ જ કામ કરવું.
 • કેન્ટીન બંધ રાખવામાં આવે.
 • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ફરજિયાતપણે પાલન કરાવવું.
 • ટિફીન લાવતા રત્નકલાકારોને દિવસમાં ત્રણ સ્લોટમાં 30 – 30 મિનિટ માટે જમવા માટે છોડવા.
 • એરકન્ડીશન ઓફિસમાં વેન્ટીલેશનની વ્યવસ્થા કરવી તેમજ બારી
 • બારણાં ખુલ્લા રાખવા.
 • રત્નકલાકારો તેમજ ઓફિસ કર્મચારીઓનું કોવિડ ૧૯નું ટેસ્ટીંગ કરાવવું.

પોલીસ કમિશનર અજય તોમરે આપેલા મહત્વના સુચનો :-

 • રત્નકલાકારો તેમજ કર્મચારીઓ માટે ફેકટરીમાં પીવા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરવી.
 • ફેટકરીમાં જુદી–જુદી જગ્યાએ ઇન્હેલરની વ્યવસ્થા કરવી.
 • ટોળું ન થાય તે માટે કર્મચારીઓને એકસાથે રજા આપવી નહીં.
 • કોવિડ– 19 ની જનજાગૃતિ માટે ડાયરાના સ્વરૂપે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું.
 • સ્થાનિક વિસ્તારમાં કોવિડ– 19 ની ગાઇડ લાઇનનું પાલન કરવા તેમજ સાવચેતી રાખવા માટે ઓડીયો સાથેની રીક્ષાઓ ફેરવવી.
More News #કોરોના #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud