• શનિવારે સવારે મહિલા પી.એસ.આઇએ ફાલસાવાળી પોલીસ ક્વાર્ટરમાં આપઘાત કર્યો
  • પોલીસે ઘરનો દરવાજો તોડી તપાસ કરતા મહિલા પી.એસ.આઇનો મૃતદેહ મળ્યો
  • મહિલા પી.એસ.આઇએ શા માટે આપઘાત કર્યો તે દિશામાં પોલીસ તપાસ શરૂ
  • પી.એસ.ઇ અનિતા. બી. જોષીના પતિ પણ સુરતના સચીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

#Surat - ઉઘના પોલીસ સ્ટેશનના મહિલા PSI અનિતા જોષીએ સર્વીસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો, ડાયરીમાં લખી નોટ

WatchGujarat.  ગુજરાતમાં પોલીસ કર્મીઓનો આપઘાતનો સીલસીલો હજી યથવાત છે. છેલ્લા એક વર્ષમાં અનેક પોલીસ કર્મીઓએ ઉપલી અધિકારીના પ્રેશર, ઘરકંકાસ અથવા તો કામના પ્રેશરથી અથવા તો અન્ય કોઇ કારણોસર ડીપ્રેશનમાં આવી કોઇને કોઇ રીતે પોતાના જીવનનો અંત લાવી લીધો છે. થોડા સમય પહેલા ઓગષ્ટમાં ભરૂચના હાંસોટમાં એક મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર સચીવાલયના પાર્કીંગમાં કારની અંદર PI પી. જે પટેલે આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. તેવામાં શનિવારે સવારે સુરતના મહિલા PSIએ પોતાની સર્વીસ રિવોલ્વરથી જીવનનો અંત લાવી દીધો હોવાની ઘટના સામે આવી છે.

વર્ષ 2013 બેચના મહિલા PSI અનિતા.બી જોષી શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મહિલા PSIના પતિ પણ સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. શનિવારે સવારે એ.બી. જોષી ફાલસાવાળી સ્થિત પોતાના નિવાસ સ્થાને હતા, ત્યારે તેમણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની સર્વીસ રિવોલ્વર વડે આપઘાત કરી લીધો હતો. ગોળી ચાલતા આસપાસમાં રહેતા પોલીસે કર્મીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મીઓ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. જ્યાં PSI અનિતા જોષી મૃત અવસ્થામાં મળી આવ્યાં હતા. પોલીસે આ મામલે ઘરમાં તપાસ કરતા PSI અનિતા જોષીએ ડાયરીમાં લખેલા કેટલાક ચોંકવનારા વાક્યો જોવા મળ્યાં હતા. જેમાં તેઓએ લખ્યું હતુ કે, મારા મોત માટે કોઇ જવાબદાર નથી. જોકે મહિલા PSIએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી.

More #PSI #Anita joshi #Sucide #Udhna #Police station #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud