• વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા
  • શનિવારે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો

#Surat - દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇને 7 વર્ષ બાદ 14 દિવસના વચગાળાના જામીન મળ્યા, જુઓ VIDEO
WatchGujarat. Surat – દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈની વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા છે. શનિવારે નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યાં તેણે લોકોને ભીડ ભાડ ન કરવા અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરી આવી હતી.

દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈએ વયોવૃદ્ધ માતાની તબિયત સારી ન હોવાથી જામીન માટે અરજી કરી હતી. આખરે નારાયણ સાંઈને 7 વર્ષ બાદ 14 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા. શનિવારે નારાયણ સાંઈને પોલીસ જાપ્તા સાથે લાજપોર જેલમાંથી અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે લોકોને ભીડભાડ ન કરવા અને લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. ઉપરાંત તેણે જણાવ્યું હતું કે હું કોર્ટનું સન્માન કરું છું.

More #Narayan sai #Interim bail #Gujarat #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud