• બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડ વાળા સહિત અનેક લોકોએ રેલી કાઢી
  • બેનર લઈ નીકળેલી રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી

#Surat - બેંડ, બાજા, બારાત નિકળીને વરરાજાને ત્યાં નહિ પરંતુ કલેક્ટર કચેરી પહોંચી, જાણો કેમ

WatchGujarat. Surat – જનતા કર્ફ્યુ બાદથી બેરોજગાર બનેલા બેન્ડવાળા, બગીવાળા, સાઉન્ડ વાળા સહિત અનેક લોકોએ સુરતમાં અઠવાગેટ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી છે. આ રેલીમાં બગીવાળા અને બેન્ડવાળાઓ તથા અન્ય પોતાના સાધનો લઇને જોડાયા હતા. બેરોજગારીના બેનર લઈ નીકળેલી રેલીમાં સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી લાચાર કારોબારીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જોકે, આ રેલીને ઉમરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી બહારથી જ પરત લઈ જવા સૂચના આપવામાં આવી હતી.

#Surat - બેંડ, બાજા, બારાત નિકળીને વરરાજાને ત્યાં નહિ પરંતુ કલેક્ટર કચેરી પહોંચી, જાણો કેમ

કોરોનાની સ્થિતિને લઈને લગ્ન પ્રસંગમાં માત્ર 100 જ લોકોને મંજુરી આપવામાં આવી છે. તેમજ જાહેર મેળવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં બેન્ડ, બગી, સાઉન્ડ તેમજ ઝુમ્મર સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. જનતા કર્ફ્યુ બાદથી આજદિન સુધી વ્યવસાય કરવા માટેની તમામ લોકોને છૂટછાટ ન મળતા તેઓની હાલત કફોડી બની છે. જેથી ગુરૂવારે અનોખી રીતે વિરોધ નોંધાવી સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને અને આર્થિક સહાય આપવાની માંગ સાથે ધંધામાં છૂટછાટ આપવા માંગ કરવામાં આવી હતી.

તમામ લોકોએ બગી પર બેસી, ઢોલ માથે મૂકી અને વિવિધ બેનરો સાથે રેલી યોજી સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. બેન્ડવાળા મોહમદ ફારુકભાઈએ જણાવ્યું હતું કે દર સિઝનમાં દર વર્ષે 100 જેટલા વરઘોડાનો ઓર્ડર મળે છે. આ વર્ષે માંડ 10 જ મળ્યા છે. તેમજ આખું વર્ષ કોરોનાને કારણે કોઈ કામ ધંધો થઇ શક્યો નથી. જેથી સરકાર અમારા વિષે વિચારી અમારી મદદ કરવી જોઇએ.

More #Collector Office #Celebration #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud